________________
૨૦૫
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૫, ૨૬ અતિચારની પ્રાપ્તિ થાય છે. આ અતિચાર કાળમાં પણ વ્રત પ્રત્યેનો જેને અત્યંત રાગ છે તેવા શ્રાવકને વ્રતના સ્મરણ પ્રત્યે જે ઉપેક્ષાનો અંશ છે તેટલો મલિન પરિણામ છે. II૭/રપા અવતરણિકા -
હવે ક્રમ પ્રાપ્ત દેશાવગાસિકવ્રતના પાંચ અતિચાર બતાવે છે – સૂત્ર :
आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः ।।७/२६।। સૂત્રાર્થ :
આનયન, શ્રેષ્ઠ પ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, પુદ્ગલનો ક્ષેપ એ પાંચ દેશાવગાસિકવ્રતના અતિચાર છે. ll૭/રો. ભાષ્ય :
द्रव्यस्यानयनं प्रेष्यप्रयोगः शब्दानुपातः रूपानुपातः पुद्गलक्षेप इत्येते पञ्च देशव्रतस्यातिचारा મત્તિ પા૭/રદા ભાષ્યાર્થ:
દ્રવ્યથાન નં. ભવત્તિ દ્રવ્યનું આયન, પ્રેળનો પ્રયોગ–માણસને અન્ય ક્ષેત્રમાં મોકલવાનો પ્રયોગ, શબ્દનો અનુપાત શબ્દ દ્વારા અન્યને બોલાવવું. રૂપનો અનુપાત=રૂપને દેખાડીને અવ્યને બોલાવવું, અને પુગલના ક્ષેપ-પથ્થર આદિ પદાર્થોના ક્ષેપ, દ્વારા અવ્યને બોલાવવું એ પાંચ દેશવ્રતના-દેશાવગાસિકવ્રતના, અતિચારો છે. IN/૨૬ ભાવાર્થદેશાવગાસિકવ્રતના અતિચારો:
શ્રાવકને સાધુની જેમ સદા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે અપ્રતિબદ્ધ થવાની ઉત્કટ ઇચ્છા હોય છે, છતાં તથા પ્રકારના સત્ત્વનો સંચય થયેલો નહીં હોવાથી પાંચ અણુવ્રતો ગ્રહણ કરે છે. તે પાંચને પણ અતિશય કરવાથું, જાવજીવાદિનું દિપરિમાણવ્રત ગ્રહણ કરે છે, તે દિ૫રિમાણવ્રતમાં પણ અલ્પકાળ માટે અત્યંત સંકોચ કરીને અત્યંત સંવરભાવને અતિશય કરવા અર્થે યત્ન કરે છે. તેના માટે પ્રતિદિન કેટલીક કાલાવધિને સામે રાખીને ગૃહ આદિની મર્યાદાથી બહાર નહીં જવાનું પ્રત્યાખ્યાન કરે છે. આ પ્રકારની પરિમિત ક્ષેત્રની મર્યાદા કરીને પોતાના આરંભ-સમારંભના પરિણામને અત્યંત સંકોચ કરવા યત્ન કરે છે. (૧) આનયનપ્રયોગઅતિચાર :
શ્રાવકે પોતાની સ્વીકારાયેલી ક્ષેત્રમર્યાદાથી અધિક ક્ષેત્રના વિષયમાં મન-વચન-કાયાથી કરણ અને