________________
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-રપ
૨૦૩
અવતરણિકા :
હવે ક્રમ પ્રાપ્ત દિફપરિમાણવ્રતના અતિચાર બતાવે છે – સૂત્ર -
ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ।।७/२५ ।। સૂત્રાર્થ :
ઊર્ધ્વ, અધ, તિર્યગ, વ્યતિક્રમ ક્ષેત્રની વૃદ્ધિ અને સ્મૃતિનું અંતર્ધાન એ દિવ્રતના અતિચારો છે. II૭/રપો ભાષ્ય :
ऊर्ध्वव्यतिक्रमः अधोव्यतिक्रमः तिर्यग्व्यतिक्रमः क्षेत्रवृद्धिः स्मृत्यन्तर्धानमित्येते पञ्च दिग्व्रतस्यातिचारा भवन्ति, स्मृत्यन्तर्धानं नाम स्मृतेभ्रंशोऽन्तर्धानमिति ।।७/२५ ।। ભાષ્યાર્ચ -
કર્ધ્વતિ ...ડત્તનમિતિ ઊર્ધ્વદિશાનો વ્યતિક્રમ, અધોદિશાનો વ્યતિક્રમ, તિર્થક દિશાનો વ્યતિક્રમ, ક્ષેત્રની વૃદ્ધિ અવ્ય દિશામાંથી ક્ષેત્રનો સંકોચ કરીને અભિપ્રેત ક્ષેત્રમાં જવાને અનુકૂળ ક્ષેત્રની વૃદ્ધિ અને સ્મૃતિનું અંતર્ધાન એ પાંચ દિવ્રતના અતિચાર છે. સ્મૃતિનું અંતર્ધાન એટલે સ્મૃતિના ભ્રંશના કારણે થતું અંતર્ધાન છે= ક્ષેત્રનું ઉલ્લંઘન છે.
તિ' ટીકાની સમાપ્તિ અર્થે છે. ll/રપા ભાવાર્થ :દિક્પરિમાણવ્રતના અતિચાર :
શ્રાવકને પરિપૂર્ણ મહાવ્રતની ઉત્કટ ઇચ્છા હોય છે; કેમ કે મહાવ્રતના પાલન વગર સંસારના ઉચ્છેદનો સંભવ નથી તેવો સ્થિર નિર્ણય શ્રાવકને હોય છે. સતત ત્રણ ગુપ્તિમાં જેઓ ગુપ્ત રહે છે તેઓ જ મહાવ્રતો પાળી શકે છે. તેથી તેની શક્તિના સંચય અર્થે શ્રાવક સ્વભૂમિકાનુસાર પાંચ અણુવ્રતો સ્વીકારે છે. તે પાંચ અણુવ્રતોમાં દેશથી સંવરનો પરિણામ હોવા છતાં અન્ય અંશ અસંવરનો છે તેથી અસંવરને કારણે સતત કર્મનું આગમન છે અને કર્મના આગમનથી સંસારની વૃદ્ધિ છે. અને સંસારના પરિભ્રમણથી ભય પામેલ શ્રાવક અવિરતિના અંશકૃત કર્મના આગમનના સંકોચાર્યે દિક્પરિમાણ વ્રત ગ્રહણ કરે છે; કેમ કે શ્રાવકનું ચિત્ત દિપરિમાણવ્રતવાળું ન હોય તો સર્વ ક્ષેત્ર સાથે આરંભ-સમારંભના પરિણામવાળું રહે છે. તેનો સંકોચ કરીને ક્ષેત્રમર્યાદાથી પાંચ અણુવ્રતમાં અતિશય કરવા અર્થે દિક્પરિમાણવ્રત ગ્રહણ કરે છે. આ વ્રતના પાલન અર્થે શ્રાવકે સદા પોતાના વ્રતનું સ્મરણ રાખવું જોઈએ.