________________
૨૦૨
તત્ત્વાર્થાવગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૪
ભાષ્ય :
क्षेत्रवास्तुप्रमाणातिक्रमः हिरण्यसुवर्णप्रमाणातिक्रमः धनधान्यप्रमाणातिक्रमः दासीदासप्रमाणातिक्रमः कुप्यप्रमाणातिक्रम इत्येते पञ्चेच्छापरिमाणव्रतस्यातिचारा भवन्ति ।।७/२४।। ભાષ્યાર્થ:
ક્ષેત્રવાળું .... અવન્તિ લા ક્ષેત્ર, વાસ્તુના પ્રમાણનો અતિક્રમeખેતી આદિનું ક્ષેત્ર અને નિવાસસ્થાન આદિરૂપ જે વાસ્તુ તેના પ્રમાણનો અતિક્રમ, હિરણ્ય-સુવર્ણતા પ્રમાણનો અતિક્રમ=ચાંદી અને સુવર્ણના પ્રમાણનું ઉલ્લંઘન, ધન-ધાન્યતા પ્રમાણનો અતિક્રમ, દાસ-દાસીના પ્રમાણનો અતિક્રમ (અને) કુષ્યના પ્રમાણનો અતિક્રમ=સુવર્ણ-ચાંદી સિવાયની અન્ય ધાતુઓના પ્રમાણનો અતિક્રમ, એ પાંચ ઇચ્છાપરિમાણવ્રતના=પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રતતા, અતિચાર થાય છે. 1/રજા ભાવાર્થ:સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રતના અતિચારો :
શ્રાવક સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે. સંસારની સર્વ કદર્થના ઇચ્છાના કારણે થાય છે, તેથી શ્રાવકને સાધુની જેમ સર્વથા ઇચ્છાથી રહિત થવાની ઉત્કટ ઇચ્છા હોય છે. સર્વથા ઇચ્છાથી રહિત થવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં સાધુની જેમ સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને કેવલ અનિચ્છા માટે ઉદ્યમ કરવાર્થે જે સમર્થ નથી તેવા શ્રાવકો પોતાની ઇચ્છાને પરિમિત કરવા અર્થે ક્ષેત્રાદિ નવ પ્રકારના પરિગ્રહ) વિષયક શક્તિ અનુસાર પ્રમાણ કરે છે અર્થાત્ આનાથી અધિક ક્ષેત્રાદિ વસ્તુઓનો પરિગ્રહ હું ધારણ કરીશ નહીં. આ પ્રકારના દઢ પ્રણિધાનના બળથી શ્રાવક ઇચ્છાપરિમાણ નામના પાંચમાં અણુવ્રતને ગ્રહણ કરે છે. આમ છતાં અનાદિ મોહને પરવશ જીવ છે, તેથી નિમિત્તને પામીને પોતાના વ્રતની મર્યાદા સાચવવાનો પણ પરિણામ થાય અને અધિકની પ્રાપ્તિ થતી હોય તેને ગ્રહણ કરવાની પણ કાંઈક ઇચ્છા થાય ત્યારે શ્રાવકને તે તે પ્રવૃત્તિને અનુરૂપ ઇચ્છાપરિમાણવ્રતના અતિચારોની પ્રાપ્તિ થાય છે.
વસ્તુતઃ ક્ષેત્ર-વાસ્તુ આદિના પ્રમાણનો અતિક્રમ કરે તો ગ્રહણ કરાયેલા વ્રતનું ઉલ્લંઘન જ પ્રાપ્ત થાય છે; આમ છતાં કાંઈક વ્રત સાપેક્ષ રહીને અનાભોગાદિથી અતિક્રમણ થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ છે. જેમ ક્યારેક વ્રતની મર્યાદાના વિસ્મરણને કારણે કાંઈક અધિક ગ્રહણ થાય અને વ્રતનું સ્મરણ થવાની સાથે જ તે અધિક પરિમાણનો ત્યાગ કરે ત્યારે વ્રતના રક્ષણનો પરિણામ વિદ્યમાન છે; તોપણ વ્રતનું અત્યંત સ્મરણ કરીને પ્રવૃત્તિ કરવામાં પ્રમાદ વર્તે છે, તેથી અતિચારની પ્રાપ્તિ છે. આવા સ્થાનમાં બહારથી વ્રતનો ભંગ છે અને અંતરમાં વ્રતનો પરિણામ હોવા છતાં વ્રતને અનુકૂળ ઉચિત યત્નના અભાવને કારણે વ્રત વિષયક મલિનતા પણ છે. આ રીતે અનેક પ્રકારે ક્ષેત્રાદિ વિષયક અતિચારોની પ્રાપ્તિ છે, તે પ્રમાણે જાણવું.૭/૨૪