________________
૨૦૧
સ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭, સૂત્ર-૨૩, ૨૪
વળી ચોથું વ્રત જે પ્રકારે મન-વચન-કાયાને આશ્રયીને અને કરણ કરાવણને આશ્રયીને ગ્રહણ કરેલું હોય તેના સૂક્ષ્મ સ્વરૂપનું અવલોકન કરીને નાનો પણ વિકાર થતો હોય તો તે વ્રતમાં અતિચાર સ્વરૂપ છે, તેનું ઉપલક્ષણથી ગ્રહણ થાય છે. (૪) અનંગક્રીડાઅતિચાર :
વળી અનંગક્રીડા તે ચોથા વ્રતનો અતિચાર છે. ભોગની પ્રવૃત્તિને અનુરૂપ ચેષ્ટાથી સ્વસ્ત્રીના અથવા પરસ્ત્રીના અન્ય દેહના અવયવો સાથે તે પ્રકારની કામ ઉત્તેજક ચેષ્ટાઓ એ અનંગક્રીડા નામનો અતિચાર છે. તેથી શ્રાવકને વિચાર આવે કે મેં સ્વસ્ત્રીનો ત્યાગ કર્યો નથી તેથી સ્વસ્ત્રી સાથે તે તે પ્રકારની ચેષ્ટા કરે. વસ્તુતઃ શ્રાવકને કામની વૃદ્ધિ થાય તેવી સ્વસ્ત્રી સાથેની પણ ચેષ્ટા વ્રતમાં અતિચારરૂપ છે. વળી શ્રાવક વિચારે કે મેં પરસ્ત્રીના ત્યાગનું જ વ્રત લીધેલ છે, પરંતુ તેનાં અંગોને સ્પર્શવાનું પચ્ચખ્ખાણ કર્યું નથી, તેથી તે પ્રકારની ક્રિયા કરે તો ચોથા વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય. (૫) તીવ્રકામાભિનિવેશઅતિચાર -
તીવ્રકામનો અભિનિવેશ તે પણ ચોથાવતમાં અતિચાર છે, જેમ કોઈ શ્રાવકે સ્વસ્ત્રીની મર્યાદા કરી હોય તેવા પણ શ્રાવકે કામની કુત્સિતતાનું ભાવન કરીને સદા કામવિકારોના શમન માટે ઉદ્યમ કરવો જોઈએ. જ્યારે કામમાંથી આનંદ લેવાની વૃત્તિ અતિશયિત થાય છે ત્યારે કામની કુત્સિતતાના ભાવના વિચારો ઉપસ્થિત થતા નથી; પરંતુ તેમાંથી આનંદ લેવાના જ પરિણામો થાય છે. પ્રાયઃ કરીને તે વખતે મિથ્યાત્વના ઉદયની સંભાવના રહે છે; કેમ કે કામમાં સારબુદ્ધિ થાય તો અવશ્ય મિથ્યાત્વનો ઉદય થાય છે. આમ છતાં શ્રાવક વિચારે છે કે મેં પરસ્ત્રીના વિરમણનું વ્રત ગ્રહણ કરેલ છે તે મર્યાદાથી હું વ્રત પાળું છું, તેવી બુદ્ધિપૂર્વક તીવ્રકામના પરિણામ પ્રત્યેનો રાગભાવ ધારણ કરે તે પણ બ્રહ્મવ્રતમાં અતિચાર સ્વરૂપ છે. ક્રમસર વિકારોને શાંત કરીને પૂર્ણ બ્રહ્મવ્રતની શક્તિનો સંચય કરવો એ દેશથી બ્રહ્મચર્ય વ્રતનું પ્રયોજન છે. તેથી જે પ્રવૃત્તિથી અબ્રહ્મના વિકારો વૃદ્ધિ પામતા હોય એવા તીવ્રકામનો અભિનિવેશ એ પણ દેશથી બ્રહ્મચર્યના પ્રયોજનમાં બાધક હોવાથી અતિચારરૂપ છે. II૭/૨૩ અવતરણિકા :
હવે ક્રમ પ્રાપ્ત પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રતના અતિચારો કહે છે – સૂત્રઃ
क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमाः ।।७/२४ ।। સૂત્રાર્થ :
ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-ચાંદી-સુવર્ણ, ધન-ધાન્ય, દાસી-દાસ (અને) કુષ્યના પ્રમાણનો અતિક્રમ પાંચમા અણુવ્રતના અતિચારો છે. I૭/રા