________________
૨૧૦
તત્ત્વાર્થાધિગમસત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૮ અવતરણિકા :
હવે ક્રમ પ્રાપ્ત સામાયિકવ્રતના અતિચારોને કહે છે – સૂત્ર:
- યોકુળાનાના મૃત્યુનુપસ્થાપનાનિ ૭/૨૮ાા
સૂત્રાર્થ :
યોગદુષ્પણિધાન, અનાદર અને સ્મૃતિઅનુપસ્થાપન એ પાંચ સામાયિકવ્રતના અતિચાર છે. II૭/૨૮li ભાષ્ય :
कायदुष्प्रणिधानं वाग्दुष्प्रणिधानं मनोदुष्प्रणिधानमनादरः स्मृत्यनुपस्थापनमित्येते पञ्च सामायिकव्रतस्यातिचारा भवन्ति ।।७/२८।। ભાષ્યાર્થ:
સાવેલુળાનં .... મત્તિ | કાયદુષ્પણિધાત=સામાયિકના પરિણામમાં મલિનતા કરે તે પ્રકારે કાયાનું પ્રવર્તન, વાડુઝ્મણિધાન સામાયિકના પરિણામમાં મલિનતા કરે તે પ્રકારે વાણીનો પ્રયોગ, મનોદુમ્બ્રણિધાન સામાયિકના પરિણામમાં મલિનતા કરે તે પ્રકારે સૂક્ષ્મ પણ મનનો વિચાર, અનાદર=સામાયિક કાળ દરમિયાન સમભાવના પરિણામની વૃદ્ધિને અનુકૂળ અયત્ન, સ્મૃતિનું અનુપસ્થાપન=સામાયિકના પરિણામનું સ્મૃતિમાં ઉપસ્થિત કરીને તેને અનુરૂપ પ્રયત્ન કરવાનો અભાવ તે સ્મૃતિ અનુપસ્થાપન, છે. એ પાંચ સામાયિકવ્રતના અતિચાર છે. ll/૨૮. ભાવાર્થસામાયિકવ્રતના અતિચારો:
શ્રાવક સર્વવિરતિના બળસંચયાર્થે અંતર્મુહૂર્ત કાળની અવધિ કરીને જગતના સર્વ ભાવો પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે સમભાવ પ્રત્યે રાગ ધારણ કરીને સમભાવની વૃદ્ધિના ઉપાયમાં યત્ન કરવા સામાયિક ઉચ્ચરાવે છે અને સામાયિક ઉચ્ચરાવ્યા પછી સમભાવની વૃદ્ધિને અનુકૂળ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સતત યત્ન કરે છે. (૧) કાયદુષ્મણિધાનઅતિચાર -
સામાયિક ગ્રહણ કર્યા બાદ સમભાવની વૃદ્ધિમાં કાયાની પ્રવૃત્તિનું પ્રયોજન ન હોય તો શ્રાવક કાયાને સ્થિર રાખીને સ્વાધ્યાયાદિમાં યત્ન કરવા દ્વારા સમભાવના પરિણામને દઢ-દઢતર કરવા યત્ન કરે છે; છતાં કોઈક નિમિત્તથી ખણજ આદિ થાય અને ઉપયોગ ત્યાં જાય તો સમભાવને અનુકૂળ યત્નમાં સ્કૂલના થાય