________________
૨૦૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૨પ (૧-૨-૩) ઊર્ધ્વ-અધો-તિર્યદિશાવ્યતિક્રમઅતિચાર -
વસ્તુતઃ શ્રાવકે મન-વચન-કાયાથી કરણ-કરાવણને આશ્રયીને અન્ય ક્ષેત્ર સાથે પ્રવૃત્તિ કરવાનો પરિણામ ન થાય તે રીતે આત્માને સંવૃત રાખવો જોઈએ, તેના માટે દિપરિમાણવ્રત ગ્રહણ કરે છે. આમ છતાં અનાભોગ કે સહસાત્કારથી ઊર્ધ્વ-અધો-તિર્યમ્ દિશામાં જવાનો પરિણામ ક્ષેત્રમર્યાદાથી અધિક મનથી, વચનથી કે કાયાથી કે તે ત્રણેમાંથી કોઈ એકથી થયેલો હોય તો અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી તે અતિક્રમ ખાલી મનથી થયેલ હોય, ખાલી વચનથી થયેલ હોય; પરંતુ કાયાથી થયેલ ન હોય તો તે અતિચારરૂપ છે. જો કાયાથી પણ તે ક્ષેત્રનું ઉલ્લંઘન થાય તો વ્રતનો ભંગ જ થાય, આમ છતાં અનાભોગ કે સહસાત્કારથી તે ક્ષેત્રનું ઉલ્લંઘન થયું હોય અને ત્યારપછી વ્રતનું સ્મરણ થાય તો તે ઉલ્લંઘન થયેલા ક્ષેત્રમાં કાર્ય કર્યા વગર નિવર્તન પામે ત્યારે અતિચારની પ્રાપ્તિ છે. જો ઉલ્લંઘન થયા પછી ત્યાં પોતાને અભિપ્રેત કાર્ય કરીને આવે તો વ્રતના ભંગની પ્રાપ્તિ થાય. તેથી ભાવથી વ્રતના પરિણામના અર્થી શ્રાવકે પોતાના વ્રતની મર્યાદાનું નિત્ય સ્મરણ કરીને મનથી પણ તે ક્ષેત્રના કાર્ય કરવાનો વિચાર કરવો જોઈએ નહીં અને અનાભોગાદિથી પણ ત્યાં ગમન કરવું જોઈએ નહીં. વળી આ વ્રત જેણે કરણ, કરાવણને આશ્રયીને ગ્રહણ કરેલ હોય તેણે કોઈ અન્ય માણસને તે ક્ષેત્રમાં મોકલવાનો વિચાર માત્ર પણ કરવો જોઈએ નહીં અને જો અન્યને મોકલવાનો વિચાર માત્ર પણ આવે તો અતિચારની પ્રાપ્તિ થાય. (૪) ક્ષેત્રવૃદ્ધિઅતિચાર -
વળી લોભને વશ એક ક્ષેત્રમાં જે મર્યાદા કરેલી હોય તે મર્યાદાને ઉલ્લંઘન કરવાનો પરિણામ થાય ત્યારે અન્ય દિશાના ક્ષેત્રનો સ્વબુદ્ધિથી સંકોચ કરીને તે ક્ષેત્રમાં અધિક જવાનો સંકલ્પમાત્ર પણ કરે તો ક્ષેત્રવૃદ્ધિ નામના અતિચારની પ્રાપ્તિ થાય છે અને તે સંકલ્પ અનુસાર જવાનો વચનપ્રયોગ કરે કે કાયાથી ગમન કરે કે કોઈને મોકલે ત્યારે પરમાર્થથી વ્રતનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. હું અન્ય દિશાનો સંકોચ કરીને તે દિશામાં અધિક જઉં છું, એવો કંઈક વ્રત પ્રત્યેનો સાપેક્ષ પરિણામ છે, તેટલા અલ્પ અંશરૂપ વ્રતના રાગના પરિણામને સામે રાખીને ક્ષેત્રવૃદ્ધિને અતિચાર સ્વીકારેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનાભોગાદિથી ક્ષેત્રનો જે અતિક્રમ થાય છે ત્યાં જેને વ્રતના ઉલ્લંઘનનો લેશ પણ પરિણામ ન હોવા છતાં વ્રતને દૃઢતાથી પાળવાનો રાગનો પરિણામ અને વ્રતની મર્યાદાને નિત્ય સ્મરણ કરવારૂપ રાગનો પરિણામ નથી તેથી તેટલા અંશથી વ્રત મલિન છે. જયારે ક્ષેત્રવૃદ્ધિ કરે છે ત્યારે લોભાશને કારણે વ્રતની મર્યાદા પ્રત્યે લેશ પણ રાગ નથી તોપણ કંઈક વ્રતને રક્ષણ કરવાનો અલ્પ અંશરૂપ રાગાંશ છે, આથી અન્ય દિશાના ક્ષેત્રનો સંકોચ કરે છે, તે અપેક્ષાએ વ્રતનો નાશ નથી તેમ કહેલ છે. (૫) સ્મૃતિઅંતર્ધાનઅતિચાર :
વળી, શ્રાવકે ગ્રહણ કરેલા વ્રતનું સતત સ્મરણ રાખવું જોઈએ; પરંતુ પ્રમાદને વશ સ્મૃતિભ્રંશને કારણે પોતાના સ્વીકારેલા ક્ષેત્રથી અધિક ક્ષેત્રમાં જવાનો સંકલ્પાદિ થાય ત્યારે સ્મૃતિભ્રંશને કારણે ક્ષેત્રના અતિક્રમણરૂપ