________________
૧૯૯
તવાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સુત્ર-૨૩
| ૧૯ અવતરણિકા :
હવે ક્રમ પ્રાપ્ત ચોથા સ્થલમૈથુનવિરમણવ્રતના અતિચારોને બતાવે છે – સૂત્ર :
परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनानङ्गक्रीडातीव्रकामाभिનિવેશ: II૭/૨રૂા. સૂત્રાર્થ :
પરવિવાહનું કરણ, ઈત્રપરિગૃહીતાનું ગમન, અપરિગૃહીતાનું ગમન, અનંગક્રીડા અને તીવ્ર કામનો અભિનિવેશ તીવ્ર કામની અભિલાષા, એ પાંચ ચોથા વ્રતના અતિચાર છે. l૭/૨૩| ભાષ્ય :
परविवाहकरणमित्वरपरिगृहीतागमनमपरिगृहीतागमनमनङ्गक्रीडा तीव्रकामाभिनिवेश इत्येते पञ्च ब्रह्मचर्यव्रतस्यातिचारा भवन्ति ।।७/२३।। ભાષ્યાર્થ -
પવિવાદ ... ભવત્તિ પરવિવાહનું કરણ, ઇત્વરપરિગૃહીતાનું ગમન, અપરિગૃહીતાનું ગમત, અનંગની ક્રીડા=કામનાં અંગો સિવાયનાં અન્ય અંગોથી ક્રીડા, તીવ્ર કામનો અભિનિવેશ, એ પાંચ બ્રહ્મચર્યવ્રતના અતિચારો છે. ll૭/૨૩મા ભાવાર્થ :સ્કૂલમૈથુનવિરમણવ્રતના અતિચાર :(૧) પરવિવાહરણઅતિચાર -
શ્રાવક સાધુની જેમ સંપૂર્ણ બ્રહ્મવ્રત પાળવાના અર્થી હોય છે. વેદનો ઉદય જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી કામના વિકારોનો રોધ અતિ દુષ્કર છે. તેનો સમ્યગુરોધ કરવા અર્થે શ્રાવક પ્રતિદિન કામની કુત્સિતતા અને તેના અનર્થોથી આત્માને ભાવિત કરે છે. શક્તિ અનુસાર કામની વૃત્તિ ઉપર નિયંત્રણ કરવાથું દેશથી બ્રહ્મવ્રતનો સ્વીકાર કરે છે. આમ છતાં મુગ્ધતાથી કે અવિચારકપણાથી પરના વિવાહ કરવાનાં કૃત્યોમાં રસ લે ત્યારે કામનું સાક્ષાત્ સેવન નહીં હોવા છતાં પોતાનામાં વર્તતી કામવૃત્તિનું પોષણ થાય છે; કેમ કે બીજાનાં લગ્ન કરાવી તેને કામવૃત્તિને અનુકૂળ સામગ્રી સંપાદનમાં અંગરૂપે તેની પરવિવાહની પ્રવૃત્તિ છે, તેથી તેમાં અનુમોદનની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ શ્રાવકે કામની પ્રવૃત્તિ પ્રત્યે સતત જુગુપ્સા થાય તે પ્રકારે જ ભાવન કરવું જોઈએ. જો અનાભોગથી પણ કામની પ્રવૃત્તિ આત્માની કુત્સિત અવસ્થા છે તેવી ઉપસ્થિતિ ન રહે તો મિથ્યાત્વની પ્રાપ્તિ થવાની પણ સંભાવના રહે છે; કેમ કે આત્મા માટે જે પ્રવૃત્તિ અત્યંત કુત્સિત