________________
૧૮
તવાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૨૨ છતાં ચોરીનું સાક્ષાત્ કારણ હોવાથી શ્રાવકને ચોરીના પ્રત્યાખ્યાન સાથે અર્થથી સ્તનપ્રયોગ અને તેનાહતાદાન નામના અતિચારોનું પણ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થાય છે.
ક્યારેક લોભને વશ શ્રાવકને વિચાર આવે કે મેં ચોરીનો ત્યાગ કરવાનું પચ્ચખ્ખાણ કર્યું છે, ચોરોને સહાય ન કરવાનું પચ્ચખાણ કર્યું નથી. આવી બુદ્ધિપૂર્વક ચોરોને દ્રવ્ય લાવવા માટે સહાયક સામગ્રીનો પ્રયોગ કરે ત્યારે વ્રત સાપેક્ષ કાંઈક પરિણામ વિદ્યમાન હોવાથી સ્તનપ્રયોગ નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. તેથી અનાભોગાદિથી ક્યારેક લોભને વશ તેવી પ્રવૃત્તિ થઈ હોય તોપણ શ્રાવક એ અતિચારનો પરિહાર કરીને તેની શુદ્ધિ કરે છે. (૨) તેનાહતાદાનઅતિચાર -
વળી, ચોરો દ્વારા લાવેલું દ્રવ્ય તેને સહાય કરી હતી તેથી ચોર દ્વારા લાવેલ હોવાથી વગર મૂલ્ય ગ્રહણ કરે કે ધન આપીને ગ્રહણ કરે તો તેનાહતાદાનરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. અનાભોગાદિથી તેવી પ્રવૃત્તિ થઈ હોય તો શ્રાવક તેનું નિવર્તન કરીને શુદ્ધિ કરે છે. (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમઅતિચાર :
વળી, પોતે જે રાજ્યમાં રહેતો હોય તેના વિરુદ્ધ એવા રાજ્યમાંથી કોઈક વસ્તુ તે રાજ્યની મર્યાદાને ઓળંગીને પોતાના રાજ્યમાં લાવે જેથી અધિક ધનની પ્રાપ્તિ થાય તે વખતે વિરુદ્ધરાજ્યાતિક્રમ નામના અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે તે રાજ્યની મર્યાદાનુસાર કર ચૂકવ્યો ન હોય અથવા તે રાજ્યની મર્યાદા વિરુદ્ધ લાવેલ હોવાથી ચોરી તુલ્ય જ તે કૃત્ય છે. ફક્ત અનાભોગાદિથી થયું હોય તો અતિચાર કહેવાય છે. (૪) ફૂટતુલામાનઅતિચાર:
વળી, વ્યાપારમાં ખોટી તુલા રાખવી, ખોટા માન રાખવા અને તેના દ્વારા ખરીદી અને વેચાણમાં બીજાને ઠગવામાં આવે તે ત્રીજાવતનો અતિચાર છે.
વળી પોતે પોતાના ધનની વ્યાજ દ્વારા વૃદ્ધિ કરે તેમાં પણ જે શિષ્ટની મર્યાદા હોય તેને ઓળંગીને ગમે તે રીતે વ્યાજ દ્વારા ધનની વૃદ્ધિ કરે તો વૃદ્ધિ પ્રયોગરૂપ અતિચારની પ્રાપ્તિ છે. (૫) પ્રતિરૂપવ્યવહારઅતિચાર -
વળી, રૂપ્યાદિ દ્રવ્યોને સુવર્ણના જેવા જ વર્ણવાળા દ્રવ્યરૂપે બનાવીને સુવર્ણરૂપે વેચે ત્યારે પ્રતિરૂપક વ્યવહાર નામનો અતિચાર પ્રાપ્ત થાય છે. અથવા કોઈક હીન વસ્તુને અન્ય સુંદર વસ્તુ જેવી – બહારથી સુંદર કરીને વેચે ત્યારે વ્યાજીકરણરૂપ પ્રતિરૂપકવ્યવહારની પ્રાપ્તિ છે, જે ત્રીજા વતનો અતિચાર છે.
શ્રાવકે પાંચે અતિચારોના સૂક્ષ્મ સ્વરૂપનું સૂક્ષ્મ સમાલોચન કરીને કોઈને ઠગવાની વૃત્તિ ન થાય અને આલોકમાં પણ પોતાને ક્લેશ ન થાય તે રીતે ધર્મપરાયણ જીવન જીવવા ત્રીજા વ્રતના પાંચે અતિચારોનું વર્જન કરવું જોઈએ. I૭/૨ાા