________________
૧૯૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૨ युक्तः क्रयो विक्रयो वृद्धिप्रयोगश्च । प्रतिरूपकव्यवहारो नाम सुवर्णरूप्यादीनां द्रव्याणां प्रतिरूपकक्रिया व्याजीकरणानि चेति, एते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति ।।७/२२।। ભાષ્યાર્થ :
ત્તેિ.... ભક્તિ આ પાંચ સૂત્રમાં કહેલા એ પાંચ, અસ્તેયવ્રતના અતિચારો છે. ત્યાં અસ્તેયવ્રતના અતિચારોમાં, ચોરોમાં હિરણ્યાદિ માટે પ્રયોગ=હિરણ્યાદિ લાવવા માટે સામગ્રીનું અપણ, ચોરો વડે હરણ કરાયેલા દ્રવ્યનું મફતમાં કે કય દ્વારા ગ્રહણ તે તદાહતઆદાન છે. વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ અસ્તેય વ્રતનો અતિચાર છે. દિ જે કારણથી, વિરુદ્ધ રાજ્યમાં સર્વ જ તેયયુક્ત આદાન થાય છે અર્થાત્ તે રાજ્યની મર્યાદા ઓળંગીને (
રાજ્યના નિયમથી વિરુદ્ધ) જે કાંઈ ગ્રહણ થાય છે તે તેયયુક્ત જ ગ્રહણ થાય છે. હીન-અધિક-માન-ઉન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ તેયવ્રતના અતિચાર છે. હીન-અધિક-માન-ઉન્માનનો અર્થ સ્પષ્ટ કરે છે – ફૂટતુલા, કૂટમાન દ્વારા વંચાદિ યુક્ત ક્રિય-વિક્રય અને વૃદ્ધિનો પ્રયોગ પોતાના ધનનો વ્યાજ દ્વારા વૃદ્ધિનો પ્રયોગ, લોકમર્યાદાથી અતિક્રમ કરીને કરે તે તેયવ્રતનો અતિચાર છે. પ્રતિરૂપક વ્યવહાર એટલે સુવર્ણ, રૂપ્ય આદિ દ્રવ્યને સમાનરૂપ કરવાની ક્રિયા અને વ્યાજીકરણ=કોઈક વસ્તુને તેની પ્રતિરૂપ ન બનાવે છતાં કાંઈક ફેરફાર કરીને સુંદર દ્રવ્ય જેવી અસુંદર વસ્તુને કરે તે બીજાને ઠગવાની ક્રિયારૂપ છે; તેથી આ પ્રતિરૂપકવ્યવહાર ત્રીજા વ્રતનો અતિચાર છે.
ત્તિ' શબ્દ ત્રીજા અદત્તાદાતવિરમણવ્રતના અતિચારતા નિરૂપણની સમાપ્તિ અર્થે છે. આ પાંચ અસ્તેયવ્રતના અતિચારો થાય છે. ll/૨૨
ભાવાર્થ :
સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રતના અતિચાર :
શ્રાવક ધર્મપરાયણ વ્રતવાળા હોય છે. તેથી આલોકમાં પણ ક્લેશ વગરની જીવનવ્યવસ્થા થાય તે રીતે જીવવાના અર્થી છે અને પરલોકમાં પણ પોતાને ક્લેશો પ્રાપ્ત ન થાય તેની ચિંતા કરનાર હોય છે. સંપૂર્ણ ક્લેશ વગરની અવસ્થા સંગ વગરના મુનિઓને છે, તેવી અવસ્થામાં પોતે રહી શકે તેમ નથી; તેથી તેવી ક્લેશરહિત અવસ્થાના પ્રાપ્તિના અર્થી એવા શ્રાવકો ધનાર્જનની પ્રવૃત્તિથી આલોકમાં ક્લેશોની પરંપરા ન થાય તે અર્થે અને પરલોકમાં પણ અહિત ન થાય તે અર્થે ત્રીજું અસ્તેયવ્રત અર્થાત્ સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત નામનું અણુવ્રત સ્વીકારે છે. (૧) સ્તનપ્રયોગઅતિચાર -
ત્રીજા અણુવ્રતમાં જે પાંચ અતિચારો કહ્યા છે તેમાં પ્રથમ બે અતિચારો સાક્ષાત્ ચોરી સ્વરૂપ ન હોવા