________________
૧૮૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮ કયા કારણથી અતિચાર છે ? તેથી કહે છે – કાંક્ષાવાળો=આલોક અને પરલોકના વિષયમાં આશંસાવાળો, અવિચારિત ગુણદોષવાળો, સમયનું અતિક્રમણ કરે છે=ભગવાનના શાસનના સિદ્ધાંતનું અતિક્રમણ કરે છે. વિચિકિત્સા એટલે આ પણ છે અને આ પણ છે એ પ્રકારે મતિની વિધ્વતિ=મતિનો વિપર્યાસ. અવ્યદૃષ્ટિ એટલે અરિહંતના શાસનથી વ્યતિરિક્ત એવી દષ્ટિને કહે છે. તે અવ્યદૃષ્ટિ, બે પ્રકારની છે – અભિગૃહીત અને અનભિગૃહીત=અભિગૃહીત મિથ્યાષ્ટિની અભિગૃહીતા અત્યદષ્ટિ છે અને અનભિગૃહીતમિથ્યાદષ્ટિની અનભિગૃહીતા અવ્યદૃષ્ટિ છે. અને તેનાથી યુક્તઅવ્યદૃષ્ટિથી યુક્ત, એવા ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનિક અને વૈયિકોની પ્રશંસા અને સંસવ સમ્યગ્દષ્ટિનો અતિચાર છે.
અહીં પ્રશંસા અને સંસ્તવમાં, પ્રશ્ન કરે છે – પ્રશંસા અને સંસ્તવમાં શું પ્રતિવિશેષ છે? શું ભેદ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે –
જ્ઞાન-દર્શન ગુણના પ્રકર્ષનું ઉભાવન ભાવથી પ્રશંસા છે. વળી સંસ્તવ સોપવૅ ઉપાધિસહિત કપટરૂપ ઉપાધિ સહિત, નિરુપથં કપટરૂપ ઉપાધિથી રહિત, વિદ્યમાન કે અવિદ્યમાન ગુણનું વચન એ સંસ્તવ છે. I૭/૧૮. ભાવાર્થ :
વ્રતધારી શ્રાવક હંમેશાં સમ્યગ્દષ્ટિ જ હોય છે, કેમ કે નિઃશલ્ય વતી કહેવાથી માયાદિ ત્રણ શલ્યથી રહિત વતી હોય છે. માયાદિ ત્રણે શલ્ય મિથ્યાત્વ સાથે અવિનાભાવી છે. તેથી વતી એવા સમ્યગ્દષ્ટિમાં પાંચ અતિચારો સંભવે છે તે ભાષ્યકારશ્રી બતાવે છે –
અતિચાર એટલે વ્રતોનું અતિક્રમણ, વ્રતોનું અલન. સમ્યક્તના પાંચ અતિચારોમાંથી કોઈપણ અતિચાર પ્રાપ્ત થાય ત્યારે સમ્યક્તરૂપ ગુણનું અલન થાય છે. (૧) શંકાઅતિચાર -
તેમાં પ્રથમ શંકાઅતિચાર બતાવે છે – શ્રાવક સમ્યક્ત સ્વીકાર્યા પછી સમ્યક્તની શુદ્ધિ અર્થે અને વૃદ્ધિ અર્થે સતત નવું નવું અધ્યયન સ્વશક્તિ અનુસાર અવશ્ય કરે છે અને જીવાદિ તત્ત્વોનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ કરવા યત્ન કરે છે. ભગવાને જે પ્રકારે જીવાદિ પદાર્થો કહ્યો છે તે પ્રકારે જ રુચિપૂર્વક શ્રદ્ધા કરે છે. અન્યદર્શનના વચનથી જેની મતિ આક્ષેપ પામે તેવી નથી પરંતુ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે તેવા સમ્યગ્દષ્ટિને ભગવાનના શાસનમાં કહેવાયેલા અત્યંત સૂક્ષ્મ અને ઇન્દ્રિયોથી અગમ્ય કેવલ આગમગ્રાહ્ય અર્થોમાં જે સંદેહ થાય છે કે આ વસ્તુ આ પ્રમાણે છે=જે પ્રમાણે શાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે તે પ્રમાણે છે કે આ પ્રમાણે છે–પોતાને યુક્તિથી અન્ય પ્રકારે જણાય છે એ પ્રમાણે છે ? એ પ્રકારની શંકા તે અતિચારરૂપ છે; કેમ કે ભગવાનનું વચન કષ-છેદતાપ શુદ્ધ છે, તેની પરીક્ષા કર્યા પછી શાસ્ત્રમાં કહેલાં વચનો જે યુક્તિગમ્ય હોય તેને યુક્તિથી જાણવા યત્ન