________________
૧૨
તવાર્યાયિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૦ ભાષ્યાર્થ -
તે આ પ્રમાણે છે=વ્રતો અને શીલોમાં યથાક્રમ કહેવાનારા અતિચારો આ પ્રમાણે છે – સૂત્ર :
बन्धवधच्छविच्छेदातिभारारोपणानपाननिरोधाः ।।७/२०।। સૂત્રાર્થ -
બંધ, વધ, ચામડાનો છેદ, અતિભારનું આરોપણ, અન્ન-પાનનો નિરોધ, પહેલા વ્રતમાં પાંચ અતિચારો છે. ll૭/૨૦|| ભાષ્યઃ
त्रसस्थावराणां जीवानां बन्धवधौ, त्वक्छेदः काष्ठादीनां, पुरुषहस्त्यश्वगोमहिषादीनां चातिभारारोपणं तेषामेव चानपाननिरोधः अहिंसाव्रतस्यातिचारा भवन्ति ।।७/२०।। ભાષ્યાર્થ:
ત્રસ્થાવરાળ ... ભવન્તિ | ત્રાસ-સ્થાવર જીવોનો બંધ અને વધુ પહેલા અણુવ્રતમાં અતિચાર છે. કાષ્ઠાદિના ત્વચૂનો છેદ પહેલા અણુવ્રતમાં અતિચાર છે. પુરુષ, હસ્તિ, અશ્વ, ગાય, મહિષાદિને અતિભારનું આરોપણ પહેલા અણુવ્રતમાં અતિચાર છે. તેઓના જ અન્નપાતનો વિરોધ અહિંસા વ્રતના અતિચાર થાય છે. li૭/૨૦માં ભાવાર્થ :શૂલપ્રાણાતિપાત વિરમણવ્રતના અતિચાર :(૧-૨) વધ-બંધઅતિચાર :
શ્રાવક સ્વશક્તિ અનુસાર ત્રસજીવોના રક્ષણનું અહિંસા વ્રત સ્વીકારે છે. તેની સાથે જ સ્થાવરમાં પણ શક્ય એટલી ઉચિત યતનાપૂર્વક હિંસાના પરિહારનું પચ્ચખ્ખાણ કરે છે. તેથી પ્રમાદને વશ ત્રણ-સ્થાવર જીવોનો વધ કરે કે તેઓને દોરડા આદિથી બાંધે તો પહેલા વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. શ્રાવકે વૃક્ષાદિનું છેદન કે અગ્નિકાયના આરંભ કે અન્ય સ્થાવર જીવોની હિંસા હોય તેવાં કૃત્યો કરવા જોઈએ નહીં, છતાં તેવાં કૃત્યો કરે તો પહેલા વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય, ફક્ત પોતાની આજીવિકા માટે યતનાપૂર્વક ત્રસ અને સ્થાવરની રક્ષા માટે ઉચિત યત્ન કરે અને તેમાં હિંસા થાય તે હિંસા અતિચારરૂપ નથી, આથી જ ગૃહકાર્યમાં યતનાપૂર્વક સ્થાવર જીવોની રક્ષા માટે અપ્રમાદથી જે શ્રાવક યત્ન કરે છે, તેને (કોઈક જીવની હિંસા થવા છતાં પણ) વધ-બંધ અતિચારની પ્રાપ્તિ નથી, પરંતુ જે શ્રાવક પ્રમાદવશ ત્રણસ્થાવર જીવોની વધ-બંધાદિની પ્રવૃત્તિ કરે છે તેને પહેલા વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. માટે શક્તિ