________________
૧૯૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩અધ્યાય-૭ / સૂત્ર-૨૧ સૂત્ર :
मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेदाः TI૭/૨ા સૂત્રાર્થ :
મિથ્યાઉપદેશ, રહસ્યનું અભ્યાખ્યાન, ફૂટલેખજિયા, ન્યાસાપહાર, સાકારમંત્રભેદ એ પાંચ બીજા અણુવ્રતના અતિચારો છે. I૭/૨૧] ભાષ્ય :
एते पञ्च मिथ्योपदेशादयः सत्यवचनस्यातिचारा भवन्ति । तत्र मिथ्योपदेशो नाम प्रमत्तवचनमयथार्थवचनोपदेशो विवादेष्वतिसन्धानोपदेश इत्येवमादिः । रहस्याभ्याख्यानं नाम स्त्रीपुंसयोः परस्परेणान्यस्य वा रागसंयुक्तं हास्यक्रीडासङ्गादिभिः रहस्येनाभिशंसनम् । कूटलेखक्रिया लोकप्रतीता । न्यासापहारो विस्मरणकृतपरनिक्षेपग्रहणम् । साकारमन्त्रभेदः पैशुन्यं गुह्यमन्त्रभेदश्च ।।७/२१।। ભાષ્યાર્થ
તે ...... ગુહામત્રમેલબ્ધ છે. આ પાંચ મિથ્યાઉપદેશાદિ સત્યવચનના=સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતતા, અતિચારો છે. ત્યાં મિથ્થા ઉપદેશ એટલે પ્રમતવચન=વિચાર્યા વગર પ્રમાદથી બોલાયેલું વચન, અયથાર્થ વચન અથવા અયથાર્થ ઉપદેશ, વિવાદમાં અતિસંધાનનો ઉપદેશ=બીજાને ઠગવાનો ઉપદેશ, એ વગેરે મિથ્યાઉપદેશ છે.
સ્ત્રી-પુરુષના પરસ્પરથી રહસ્યનું અભ્યાખ્યાત અથવા અન્યના રાગસંયુક્તને હાસ્ય ક્રીડા આસંગાદિ વડે રહસ્યથી કહેવું. ફૂટલેખની ક્રિયા લોકપ્રતીત છે. વ્યાસનો અપહાર=વિસ્મરણકૃત પરના વિક્ષેપનું ગ્રહણ=અન્ય વ્યક્તિ ગ્રહણ કરવાનું ભૂલી ગઈ હોય તે ધનનું પોતે ગ્રહણ, કરે તે વ્યાસ અપહાર છે. સાકારમંત્રભેદ=ઈંગિત આકારથી મંત્રણાનું પ્રકાશન, તે પશુન્યરૂપ અથવા ગુપ્ત મંત્રણાનું પ્રકાશન છે. II૭/૨૧II ભાવાર્થ :સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતના અતિચાર - (૧) મિથ્યાઉપદેશઅતિચાર:
કોઈને પીડાકારી વચનપ્રયોગ નહીં કરવો તેવું શ્રાવકને બીજા વ્રત અંતર્ગત પચ્ચખાણ છે. તેથી કોઈને પીડા કરે તેવો વચનપ્રયોગ જો તે કરે તો તે સત્યવચન હોય કે મિથ્યાવચન હોય તોપણ તે મિથ્યા ઉપદેશ કહેવાય. આ બતાવવા અર્થે મિથ્યાઉપદેશનો અર્થ કર્યો કે મિથ્યાઉપદેશ એટલે પ્રમત્તવચન.