________________
૧૮૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮ કરવો જોઈએ અને આગમગમ્ય હોય તે પદાર્થોને આગમવચનથી જ સ્વીકારવા જોઈએ; પરંતુ આગમગ્રાહ્ય અર્થોમાં સ્વમતિ અનુસાર વિકલ્પ કરીને અન્યથારૂપે શંકા કરવી તે જિનવચનમાં અશ્રદ્ધારૂપ હોવાથી સમ્યક્તના અતિચારરૂપ છે=સમ્યક્તમાં સ્કૂલનરૂપ છે. (૨) કાંક્ષાઅતિચાર -
સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષનો અત્યંત અર્થી હોય છે, પરંતુ તુચ્છ એવા આલોકના અને પરલોકના વિષયોની ઇચ્છા કરતો નથી. આમ છતાં તીવ્ર અવિરતિનો ઉદય હોય તો ભોગનો ત્યાગ ન પણ કરી શકે; છતાં તેને ઇચ્છા તો ભોગના સંક્લેશ વગરની સર્વ કર્મ રહિત એવી મુક્ત અવસ્થાની જ હોય છે. ક્યારેક વિષયોનું આકર્ષણ થવાથી આલોકના સુખોની આકાંક્ષા થાય કે પરલોકના સુખોની આકાંક્ષા થાય, તે સમ્યત્વનો અતિચાર છે અર્થાત્ સમ્યત્વગુણ એ પ્રકારની આકાંક્ષાથી અલિત થાય છે. કેમ ? તેથી ભાષ્યકારશ્રી કહે છે –
આલોકનાં અને પરલોકનાં સુખોમાં કાંક્ષાવાળો સમ્યગ્દષ્ટિ જીવ અવિચારિતગુણ-દોષવાળો બને છે; કેમ કે સંસારનાં વૈષયિક સુખો જીવને ક્લેશ કરાવનારાં છે, તેથી વિચારકને તેની કાંક્ષા થાય નહીં, પરંતુ પોતાને ત્યાગ કરવાની શક્તિ ન હોય તો ધીરે-ધીરે પણ વિષયોને ત્યાગ કરવાને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. તેના બદલે ધર્મ સેવીને એવાં તુચ્છ વૈષયિક સુખોની કાંક્ષા થાય ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ વિષયોના દોષોમાં અને વિષયોના ત્યાગથી થતા ગુણોમાં અવિચારિત પ્રજ્ઞાવાળો બને છે. તેથી શાસ્ત્રનું અતિક્રમણ કરે છે અર્થાત્ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાનું ઉલ્લંઘન કરે છે. આથી જ તે જીવ કાંઈક સુખશીલિયા સ્વભાવને કારણે બૌદ્ધદર્શનના બાહ્યત્યાગ વગરના અને ધ્યાનથી મોક્ષ સાધવાના વચનને સાંભળીને તે ધર્મને અંગીકાર કરવાની ઇચ્છાવાળો થાય છે, જેથી તેનું સમ્યક્ત મલિન બને છે.
આનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવને આલોકના અને પરલોકના વિષયોની આકાંક્ષા થાય નહીં. જેમ કોઈને ખણજ થયેલી હોય તે ખણજની ક્રિયા કરે; પરંતુ ખણજ મને પ્રાપ્ત થાઓ' તેવી ઇચ્છા કરે નહીં, તેમ સમ્યગ્દષ્ટિ જીવ પણ વિષયોની ઇચ્છાથી આકુળ થાય ત્યારે વિષયોની પ્રવૃત્તિ કરે, પણ તુચ્છ એવા આલોકનાં અને પરલોકનાં ભૌતિકસુખો મને પ્રાપ્ત થાઓ' તેવી આકાંક્ષા કરે નહીં. આવી આકાંક્ષા થાય ત્યારે સમ્યગ્દષ્ટિ જીવમાં પણ ગુણદોષની વિચારણામાં વિપર્યાસ થાય છે. આથી જ વિષયોની પરિણતિ પીડારૂપ હોવા છતાં તેની પ્રાપ્તિની આકાંક્ષા થાય છે. આવી આકાંક્ષા સમ્યક્તને મલિન કરે છે.
આ પ્રકારના કાંક્ષાઅતિચારના વર્ણન ઉપરથી અવંતિસુકુમાલને થયેલ સ્વર્ગની આકાંક્ષા પણ સમ્યક્તનો કાંક્ષારૂપ અતિચાર છે, એમ જણાય છે, તત્ત્વ બહુશ્રુતો વિચારે.
અહીં વિશેષ એ જણાય છે કે સમ્યગ્દષ્ટિને ભોગની ઇચ્છા થાય, પરંતુ ભોગના ઇચ્છાકાળમાં પણ તે ભોગશક્તિને ક્ષીણ કરવાની ઇચ્છાવાળો હોય છે. જેમ કોઈને પણ થઈ હોય ત્યારે પણ ખણવાની ઇચ્છા