________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩/ અધ્યાય-૭ / સૂત્ર-૮, ૯
૧૭ વળી કોઈ સાધુ સંયમની સર્વ પ્રવૃત્તિઓ જિનવચનનું સ્મરણ કરીને વિતરાગ થવાને અનુકૂળ અંતરંગ વ્યાપાર થાય તે રીતે કરતા હોય અને કોઈ જીવોની હિંસા અનાભોગથી થાય તોપણ હિંસાને અનુકૂળ કર્મબંધ થતો નહીં હોવાથી પરમાર્થથી હિંસા નથી. આવા અપ્રમત્ત સાધુ ક્વચિત્ યતનાપૂર્વક નદી ઊતરતા હોય તે વખતે ઉપયોગપૂર્વક નદી ઊતરવાની ક્રિયામાં સાક્ષાત્ જીવોની હિંસા થતી હોવા છતાં સંયમની વૃદ્ધિના પ્રયોજનનો દઢ અધ્યવસાય હોવાથી તે નદી ઊતરવાની ક્રિયાથી થતી હિંસામાં પણ હિંસાકૃત કર્મબંધની પ્રાપ્તિ નથી તેથી પરમાર્થથી અહિંસા જ છે. માટે જે પ્રવૃત્તિમાં પ્રમાદનો યોગ હોય અને પ્રાણ વ્યપરોપણ થાય તે હિંસા નિશ્ચયનય અને વ્યવહારનય ઉભય નયને સંમત છે. જે પ્રવૃત્તિમાં પ્રમાદનો યોગ હોય અને બાહ્યથી કોઈ પ્રાણ વ્યપરોપણ થયેલ ન હોય ત્યારે નિશ્ચયનયથી હિંસા હોવા છતાં વ્યવહારનયથી હિંસા નથી; કેમ કે બાહ્ય જીવોની હિંસા થયેલ નથી, છતાં અંતરંગ પ્રમાદયોગ હોવાને કારણે હિંસાના ફળરૂપ કર્મબંધની પ્રાપ્તિ છે, માટે નિશ્ચયનયથી હિંસા છે.
વળી, જે મહાત્મા જે જે અંશથી અપ્રમાદભાવમાં અત્યંત યત્ન કરે કે જેના કારણે કષાયોનો ઉપશમ અતિશય-અતિશયતર થાય છે તે અંશથી અધિક અધિક ભાવપ્રાણનું રક્ષણ થાય છે. તેથી અધિક અધિક અહિંસાનું પાલન થાય છે. આથી જ અપ્રમાદથી સંયમમાં યત્ન કરનારા મહાત્મા પણ જે જે અંશથી ક્રિયાકાળમાં સ્કૂલના પામે છે, ત્યારે ત્યારે અતિચારોની પ્રાપ્તિ થાય છે, તેટલા અંશમાં કર્મબંધની પણ પ્રાપ્તિ થાય છે. I૭/૮l ભાષ્ય :
ગન્નાદ – અથાગૃતિ વિમિતિ ?, ગાત્રો – ભાષ્યાર્થ :
અહીંહિંસાનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે – હવે મૃષાવચન શું છે? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર:
असदभिधानमनृतम् ।।७/९।। સૂત્રાર્થ :
અસદ્ કથન અમૃત છે. ll૭/૯ ભાષ્ય -
असदिति सद्भावप्रतिषेधोऽर्थान्तरं गर्दा च । तत्र सद्भावप्रतिषेधो नाम सद्भूतनिह्नवोऽभूतोद्भावनं च, तद्यथा - नास्त्यात्मा नास्ति परलोक इत्यादि भूतनिह्नवः, श्यामाकतण्डुलमानोऽयमात्मा, अङ्गुष्ठपर्वमात्रोऽयमात्मा, आदित्यवर्णः, निष्क्रिय इत्येवमाद्यभूतोद्भावनम् । अर्थान्तरं यो