________________
તવાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૬, ૧૭
૧૮૩ પણ ભોગોની સામગ્રીનું પરિમાણ કરે છે. તેથી ભોગપભોગના વિષયભૂત આહાર, પાણી, સુગંધી પદાર્થો, વસ્ત્ર-અલંકાર, શયન, આસન, ગૃહ, વાહન આદિ જે પદાર્થો બહુસાવદ્ય સ્વરૂપ હોય તેનો શ્રાવક પરિહાર કરે છે. વળી, શ્રાવક જેમાં સાવદ્ય પ્રવૃત્તિ ઘણી ઓછી હોય તેવા ભોગોપભોગનાં સાધનોનું પણ પરિમાણ કરીને અલ્પ કરવા પ્રયત્ન કરે છે. સંયમ ગ્રહણ કરવા યોગ્ય શક્તિનો સંચય કરવા અર્થે જ શક્તિ અનુસાર ભોગોપભોગમાં સંકોચ કરી કરીને સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાને અનુકૂળ માનસ ઉત્પન્ન કરે છે અને શક્તિનો સંચય થાય ત્યારે સર્વવિરતિને ગ્રહણ કરે છે. (૭) અતિથિસંવિભાગવ્રત
શ્રાવક ન્યાયપૂર્વક ધનાર્જનાદિ કરીને પોતાના શ્રાવકજીવનને ઉચિત એવાં અન્ન-પાનાદિ દ્રવ્યો પોતાના માટે બનાવે છે, તે અન્ન-પાનાદિ દ્રવ્યો સાધુને નિર્દોષ હોવાથી કલ્પનીય છે. શ્રાવક વિચારે છે કે સંયમ માટે આ દ્રવ્યોનો ઉપયોગ કરીને સુસાધુઓ સંયમની વૃદ્ધિ કરશે તેથી તે દ્રવ્ય સફળ થશે, હું પણ તેઓની ભક્તિ કરીને તેઓની જેમ સંયમની શક્તિનો સંચય કરું. આ પ્રકારે વિશુદ્ધ અધ્યવસાયપૂર્વક દેશકાળ, પોતાની શ્રદ્ધા, સાધુના ગુણને અનુરૂપ સત્કાર અને વહોરાવવાના ઉચિત ક્રમપૂર્વક શ્રાવક સાધુને જે દાન આપે છે તે અતિથિસંવિભાગવત છે. શક્તિસંપન્ન શ્રાવક આ રીતે સાધુની પ્રાપ્તિ હોય તો પ્રતિદિન પોતાના માટે કરાયેલા ભોજનાદિથી સુસાધુની ભક્તિ કરીને સંયમની શક્તિની વૃદ્ધિ કરે છે, તે અતિથિસંવિભાગવત છે. Il૭/૧કા ભાષ્ય :
किञ्चान्यदिति - ભાષ્યાર્થ :
વળી અન્ય શું છે ?–અણુવ્રતધારી શ્રાવક પૂર્વસૂત્રમાં કહ્યું તેવાં વ્રતો ગ્રહણ કરે છે એનાથી અન્ય શું કરે છે ? તે બતાવે છે – સૂત્ર :
मारणान्तिकी संलेखनां जोषिता ।।७/१७।।
સૂત્રાર્થ -
મારણાન્તિકી સંલેખનાને જોષિતા કરનારો, શ્રાવક થાય છે. II૭/૧૭ના
ભાષ્ય :
कालसंहननदौर्बल्योपसर्गदोषाद् धर्मावश्यकपरिहाणिं मरणं वाऽभितो ज्ञात्वाऽवमौदर्यचतुर्थषष्ठाष्टमभक्तादिभिरात्मानं संलिख्य संयमं प्रतिपद्योत्तमव्रतसम्पन्नश्चतुर्विधाहारं प्रत्याख्याय याव