________________
૧૮૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૭ ज्जीवं भावनाऽनुप्रेक्षापर: स्मृतिसमाधिबहुलो मारणान्तिकीं संलेखनां जोषिता उत्तमार्थस्याराधको ભવતીતિ ।।૭/૨।।
ભાષ્યાર્થ :
कालसंहनन મવતીતિ ।। કાલ, સંઘયણના દૌર્બલ્યના કારણે, ઉપસર્ગના દોષને કારણે, ધર્મના આવશ્યકની પરિહાણિને અથવા ચારેબાજુથી મરણને જાણીને, અવમઔદર્ય=ઊણોદરી, ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમભક્તાદિ વડે આત્માનું સંલેખન કરીને=દેહનું સંલેખન કરીને, સંયમ સ્વીકારીને=સર્વ સાવધયોગના ત્યાગનો સ્વીકાર કરીને, ઉત્તમ વ્રતસંપન્ન એવો શ્રાવક ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને જાવજ્જીવ સુધી ભાવનામાં અને અનુપ્રેક્ષામાં તત્પર=ભાવનામાં અને અનુપ્રેક્ષામાં યત્નશીલ, સ્મૃતિ સમાધિ બહુલ મારણાન્તિક સંલેખનાને કરનાર ઉત્તમાર્થનો આરાધક થાય છે=જીવનના અંતિમ સમયમાં કરવા યોગ્ય સંલેખના દ્વારા પ્રકૃષ્ટ પુરુષાર્થરૂપ મોક્ષનો આરાધક થાય છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ।।૭/૧૭||
ભાવાર્થ:
સંલેખનાવ્રત :
શ્રાવક સ્વભૂમિકા અનુસાર ૧૨ વ્રતોને પાળ્યા પછી કાળને કારણે ધર્મના આવશ્યકની પરિહાણિ થતી જાણે, અથવા સંઘયણની દુર્બલતાને કારણે ધર્મના આવશ્યકની પરિહાણિને જાણે અથવા રોગાદિ ઉપસર્ગને કારણે ધર્મના આવશ્યકની પરિહાણિને જાણે અથવા ચારેબાજુથી મરણ ઉપસ્થિત થયું છે તેમ જાણે ત્યારે જીવનના અંત સમયે કરવા યોગ્ય આરાધના માટે તત્પર થાય છે. તે વિચારે છે કે હવે આ દેહ ધર્મના ઉચિત કૃત્યો કરવા માટે સમર્થ નથી તેથી વિધિપૂર્વક આ દેહનો ત્યાગ કરીને મારા આત્માનું વિશેષ હિત સાધવા માટે હું યત્ન કરું. પોતાની કાયાને સંલેખના કરવા માટે પ્રથમ આહાર અલ્પ કરે છે અર્થાત્ ઊણોદરીનું પાલન કરે છે અને પોતાની શક્તિ અનુસાર ઉપવાસ-છટ્ઠ-અટ્ટમ આદિ તપ કરે છે. તેના દ્વારા પોતાના શ૨ી૨ને કસે છે, જેથી શરીર પ્રત્યેનો પ્રતિબંધ દૂર થાય. તે તપાદિકાળમાં જેમ તપાદિ દ્વારા કાયાને સંલેખન કરે છે તેમ સૂત્રના અર્થોનું ચિંતન-મનન કરવા દ્વારા આત્માને શુભભાવોથી વાસિત કરીને પોતાના ચિત્તમાં વર્તતા કષાયોનું પણ સંલેખન કરે છે. ફલસ્વરૂપે જેમ જેમ કાયા ક્ષીણ થાય છે અને સૂત્ર-અર્થના ભાવનથી આત્મા અલ્પ-અલ્પતર કષાયવાળો થાય છે, જેથી ચિત્ત દૃઢ પ્રણિધાનપૂર્વક નિર્લેપ પરિણામની વૃદ્ધિના યત્નવાળું બને છે, તેમ તેમ કષાયોની સંલેખના થાય છે.
આ રીતે સંલેખના કર્યા પછી શ્રાવક સંયમને સ્વીકારે=શક્તિ હોય તો સર્વ સાવઘયોગનો ત્યાગ કરે. પાંચ મહાવ્રતોરૂપ ઉત્તમવ્રતને પામેલો તે શ્રાવક ચાર પ્રકારના આહારનું જાવજ્જીવ સુધી પ્રત્યાખ્યાન કરે છે અને ભાવનાથી અને અનુપ્રેક્ષાથી આત્માને વાસિત ક૨વા યત્ન કરે છે અર્થાત્ અનિત્ય આદિ બાર