________________
૧૮૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩અધ્યાય-૭ | સૂત્ર-૧૬ પૌષધની વ્યુત્પત્તિ કરે છે – પોષને કરે તે પૌષધ. શેના પોષને કરે ? તેથી કહે છે – ધર્મનું પોષણ કરે તે પૌષધ. શ્રાવક માટે ધર્મનું પોષણ કરનાર અષ્ટમી આદિ પર્વતિથિઓ છે. તેથી પૌષધ શબ્દથી પર્વતિથિનું ગ્રહણ છે.
પર્વતિથિમાં શ્રાવક ચાર પ્રકારના પૌષધ કરે છે. (૧) આહારપૌષધ, (૨) શરીરસત્કારપૌષધ, (૩) બ્રહ્મચર્યપૌષધ અને (૪) અવ્યાપારપૌષધ.
શ્રાવક આહાર સંજ્ઞાનો નિરોધ કરીને અણાહારીભાવને ઉલ્લસિત કરવા અર્થે અને દેહના મમત્વના ત્યાગાર્થે ચતુર્થ ભક્તાદિ ઉપવાસ આત્મક આહારપૌષધ કરે છે.
વળી દેહ પ્રત્યે નિર્લેપભાવ કરવા અર્થે અને સાવદ્ય પ્રવૃત્તિના પરિહાર અર્થે દેહના સત્કારાદિરૂપ ક્રિયાનું વર્જન કરવા સ્વરૂપ શરીરસત્કારપૌષધ કરે છે.
વળી સાધુની જેમ સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રાપ્તિનો કાંઈક અંશે આસ્વાદ ચાખવા માટે શ્રાવક પૌષધના કાળપર્યત સર્વથા બ્રહ્મચર્યને અંગીકાર કરવા આત્મક બ્રહ્મચર્યપૌષધ કરે છે
વળી, શ્રાવક આત્મામાં ધર્મબુદ્ધિ સ્થિર થાય તેવા સંસ્કારના આધાનને અનુકૂળ, મન-વચન-કાયાથી થતા સર્વ સાવઘયોગના પરિહાર આત્મક અવ્યાપારપૌષધ કરે છે.
આહારપૌષધ આદિ ચારમાં અવ્યાપારપૌષધ પ્રધાન છે. શ્રાવક આહારપૌષધ આદિ ચાર કરવાપૂર્વક સંથારાદિનો વિસ્તાર કરીને તેના ઉપર વીરાસનાદિ આસનપૂર્વક સ્થિર થઈને ધર્મજાગરિકામાં ઉદ્યમ કરે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક પૌષધ દરમિયાન સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવો પ્રત્યે ચિત્તનો સંશ્લેષ ન થાય તે રીતે આત્મામાં ધર્મની વૃદ્ધિ થાય તેને અનુરૂપ ઉચિત ભાવનાઓથી આત્માને વાસિત કરે છે, જેથી સર્વવિરતિને અનુકૂળ મહાબળનો સંચય થાય. શ્રાવક આ રીતે પૌષધ દરમિયાન યત્ન કરે છે, તેમાં જો તેનામાં તથાવિધ વિર્ય હોય=શારીરિક શક્તિ હોય, તો શ્રાવક આખી રાત કાયોત્સર્ગ કરવા આદિ પૂર્વક ધર્મજાગરિકામાં જ પસાર કરે છે, પરંતુ રાત્રિનો સમય છે માટે સૂવું જોઈએ એ પ્રકારનો યત્ન શ્રાવક પૌષધ દરમિયાન કરતો નથી. ક્વચિત્ દેહની તેવી સ્થિરતા ન રહે તો અત્યંત યતનાપૂર્વક અલ્પકાળ માટે નિદ્રા કરે છે. (૬) ભોગોપભોગવિરમણવ્રતઃ
શ્રાવક સતત સર્વવિરતિધર્મના સ્વરૂપનું ચિંતવન કરીને સંપૂર્ણ નિરવ જીવન પ્રાપ્ત કરવાના અત્યંત અર્થી હોય છે અને શક્તિ અનુસાર નવું નવું શાસ્ત્ર ભણીને પોતાની તત્ત્વની રુચિને સ્થિર કરતા હોય છે. તેથી ભોગોપભોગની સાવદ્ય પ્રવૃત્તિ પોતાના જીવનમાં જે વિદ્યમાન છે તેને અલ્પ-અલ્પતર કરવાના અત્યંત અર્થી છે. તેને માટે શ્રાવક અત્યંત સાવદ્ય એવા ભોગપભોગનું વર્જન કરે છે અને અલ્પ સાવદ્ય હોય તેવા