________________
૧૭૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૩
ભાષ્યાર્થ :
અહીં=હિંસાદિ પાંચનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે – વ્રતોનું સ્વરૂપ અમે ગ્રહણ કર્યું=પ્રથમ સૂત્રથી શરૂ કરી અત્યાર સુધીના સૂત્રથી વ્રતોનું સ્વરૂપ અમે ગ્રહણ કર્યું. હવે વ્રતી કોણ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે
સૂત્રઃ
નિઃશલ્યો વ્રતી ।।૭/૨૩।।
સૂત્રાર્થ:
-
નિઃશલ્યવાળા વ્રતી છે. II૭/૧૩II
ભાષ્ય :
-
मायानिदानमिथ्यादर्शनशल्यैस्त्रिभिर्वियुक्तो निःशल्यो व्रती भवति व्रतान्यस्य सन्तीति व्रती ।
तदेवं निःशल्यो व्रतवान् व्रती भवतीति । । ७ / १३ ।।
ભાષ્યાર્થ -
मायानिदानमिथ्या
મવતીતિ।। માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણથી વિયુક્ત એવા નિઃશલ્ય વ્રતી હોય છે.
વ્રતીની વ્યાખ્યા બતાવે છે
વ્રતો છે આવે એ વ્રતી છે, આ રીતે શલ્ય વગરના વ્રતવાન વ્રતી છે.
‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ।।૭/૧૩||
—
ભાવાર્થ:
જે સાધુ કે શ્રાવક ભગવાનના વચનથી અન્ય કોઈ વચન પ્રત્યે રુચિવાળા નથી, માત્ર ભગવાનનું વચન જ કલ્યાણનું એક કારણ છે એવી સ્થિર રુચિવાળા છે, તેથી સ્વશક્તિ અનુસાર ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણીને સ્વશક્તિ અનુસાર સેવીને વીતરાગ થવાની એક ઇચ્છાવાળા છે તેઓ મિથ્યાદર્શનના શલ્યથી રહિત છે.
વળી પોતે જે વ્રતો સ્વીકાર્યાં છે તે વ્રતોમાં આત્માને ઠગીને - યથાતથા આચારો પાળીને હું વ્રતવાળો છું, એવા માયાશલ્યને ધારણ કરતા નથી પરંતુ પ્રામાણિક રીતે આત્મહિત થાય તેનું સમ્યક્ સમાલોચન કરીને માયા રહિત ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. માયાશલ્ય શબ્દથી ઉપલક્ષણ દ્વારા અન્ય કષાયોનું પણ અહીં ગ્રહણ છે. પોતાનામાં વિદ્યમાન સર્વ કષાયોને વ્રતની રક્ષાને અર્થે જેઓ પ્રવર્તાવે છે તેઓ માયાશલ્ય રહિત છે અર્થાત્ માયાથી ઉપલક્ષિત ચારે કષાયોના શલ્યથી રહિત છે.