________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૩, ૧૪
૧૭૫
વળી પોતે જે વ્રતો સ્વીકારે છે તેના ફલરૂપે તુચ્છ ઐહિક સુખોની કે તુચ્છ પારલૌકિક સુખોની ઇચ્છા રાખતા નથી; પરંતુ પોતે જે વ્રતો સ્વીકાર્યાં છે તે વ્રતો ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અસંગભાવનું એક કારણ બને તેવા પરિણામવાળાં છે, તેઓ નિદાનશલ્યથી રહિત છે.
આ રીતે માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્યથી રહિત - નિઃશલ્યવાળા થવાપૂર્વક પૂર્વમાં બતાવેલા હિંસાદિ પાંચથી વિરતિ આત્મક વ્રતવાળા હોવાથી વ્રતી છે.
તેથી એ ફલિત થયું કે માયાશલ્યાદિ ત્રણ શલ્યોથી રહિત દેશથી કે સર્વથી સ્વીકારેલાં વ્રતોને અસંગભાવને અનુકૂળ શક્તિ સંચય થાય તે રીતે જેઓ સેવે છે તેઓ વ્રતી છે. II૭/૧૩ સૂત્રઃ
અનાર્યનનારÆ ।।૭/૨૪।।
સૂત્રાર્થ
=
અને (તે વ્રતી) અગારી અને અણગાર (એમ બે પ્રકારે છે.) Il૭/૧૪||
ભાષ્ય :
स एष व्रती द्विविधो भवतीति
ભાષ્યાર્થ :
અનારી અનારÆ, શ્રાવ: શ્રમ શ્વેત્વર્થ: ।।૭/૨૪।।
ABC .....
શ્રમળશ્વેત્વર્થ: ।। તે આ વ્રતી=સૂત્ર ૧૩માં બતાવ્યું તેવા નિઃશલ્ય એવા આ વ્રતી, બે પ્રકારના છે : અગારી અને અણગાર; શ્રાવક અને શ્રમણ, એ પ્રકારનો અર્થ છે. ૫૭/૧૪
ભાવાર્થ:
અગાર એટલે ઘર, અને અગારી એટલે ઘરવાળા એવા શ્રાવકો; ત્રણ શલ્યથી રહિત સ્વભૂમિકા અનુસાર દેશથી વ્રતો ગ્રહણ કરનાર અગારી એવા શ્રાવક દેશથી વ્રતવાળા છે.
સાધુની જેમ સંપૂર્ણ અસંગભાવમાં જવાની ઇચ્છાવાળા, આત્મવંચના કર્યા વગર આલોકના અને પરલોકના તુચ્છ ફળોની ઇચ્છા વગરના અને સર્વ ઉદ્યમથી સર્વવિરતિની શક્તિના સંચયના અર્થી એવા શ્રાવકો પોતાની ભૂમિકાનું આલોચન કરીને જે જે વ્રતો દ્વારા પોતે અણગાર ધર્મને અનુકૂળ શક્તિનો સંચય કરી શકે તે પ્રકારે તે તે વ્રતોને સ્વીકારીને સર્વવિરતિની શક્તિને અનુકૂળ સદા ઉદ્યમ કરનારા બને તેવા શ્રાવકો અગારીરૂપ વ્રતી છે.
ઘર વગરના અણગાર છે. સર્વ પદાર્થો પ્રત્યેની મૂર્છાનો ત્યાગ કરીને પોતાના અસંગભાવને પ્રગટ કરવા અર્થે જિનવચનાનુસાર દશવિધ યતિધર્મ પાલન ક૨વામાં ઉદ્યમવાળા છે તેવા સાધુઓ અણગારરૂપ વ્રતી છે. II૭/૧૪