________________
૧૭૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૧૬ (૧) દિગવ્રત=દિક્પરિમાણવ્રત:
ત્યાં પ્રથમ દિવ્રતનું સ્વરૂપ બતાવે છે – બારે વ્રતો ગ્રહણ કરેલાં હોવા છતાં શ્રાવક શાતાનો અર્થી હોવાથી તપાવેલા લોઢાના ગોળા જેવો છે.
શ્રાવકને પાંચ અણુવ્રતો દ્વારા આરંભનો સંકોચ થયો હોવા છતાં ચૌદ રાજલોકવર્તી સર્વ ક્ષેત્રમાં (મન-વચન-કાયાથી) ગમનાદિ પ્રવૃત્તિનો સંભવ હોવાને કારણે તે સર્વ ક્ષેત્રને આશ્રયીને તપાવેલા ગોળા તુલ્ય આરંભની પરિણતિ શ્રાવકના ચિત્તમાં વર્તે છે. જેમ તપાવેલો લોઢાનો ગોળો જ્યાં જાય ત્યાં અન્ય જીવોનો સંહાર થાય છે તેમ શ્રાવક જ્યાં જ્યાં જાય ત્યાં મન-વચન-કાયાની પ્રવૃત્તિથી અન્ય જીવોનો સંહાર થાય છે.
આ આરંભની પરિણતિનો સંકોચ કરવા માટે શ્રાવક દશે દિશાઓના ગમનપરિણામનો યથાશક્તિ સંકોચ કરે છે, જેથી તે દિશાથી બહારની દિશામાં જવાને અનુકૂળ સંકલ્પનો ઉચ્છેદ થાય છે. જેમ પાંચ અણુવ્રત ગ્રહણ કરવા દ્વારા હિંસાદિ આરંભનો સંકોચ કરવાથી ચિત્તમાં સંવરભાવ પ્રગટેલો, તેમ દિશાના પરિમાણથી ચિત્તમાં સર્વ ક્ષેત્રને આશ્રયીને જે આરંભનો પરિણામ હતો તેમાં સંવરભાવની પ્રાપ્તિ થાય છે. શ્રાવક સંપૂર્ણ નિરવદ્ય જીવનના અર્થી છે, તેથી પ્રતિદિન ભાવસાધુના દશવિધ યતિધર્મને સ્મૃતિમાં રાખીને સંપૂર્ણ નિરારંભ જીવન નિષ્પન્ન થાય તેવા સામાયિકના પરિણામની અત્યંત ઇચ્છા રાખે છે. આવા પરિણામના નિષ્પત્તિના અંગરૂપે જેમ તે પાંચ અણુવ્રતો ગ્રહણ કરે છે તેમ તે પાંચ અણુવ્રતોથી અવશેષ એવો જે આરંભનો અંશ છે તેમાં અત્યંત સંકોચ કરવા અર્થે દિશાપરિમાણનું વ્રત ગ્રહણ કરે છે, જેનાથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય તે રીતે સંયમમાં યત્ન કરે છે.
શ્રાવક કોઈપણ ક્ષેત્રમાં જાય તો તેનું અવસ્થાન પોતાના દેહના પરિમાણ જેટલા ક્ષેત્રમાં થાય છે. સામાન્ય રીતે તે જે ક્ષેત્રમાં વસતો હોય છે તે ક્ષેત્રમાં જે પ્રકારના આરંભ પોતે રહેલા પરિમિત ક્ષેત્રમાં કરે છે તેમ અન્ય સ્થાને જાય છે ત્યારે ત્યાં પણ જઈને તેટલા પરિમિત ક્ષેત્રમાં જ રહીને આરંભ-સમારંભ કરે છે, આમ છતાં દિપરિમાણવ્રત ગ્રહણ નહીં કરેલ હોવાથી ચિત્તમાં ભોગાદિ અર્થે સર્વ ક્ષેત્રમાં જવાનો પરિણામ વિદ્યમાન છે. આ પરિણામમાં સંવર લાવવા અર્થે દિપરિમાણવ્રત ગ્રહણ કરાય છે. જેટલા દૃઢ યત્નપૂર્વક જેટલો સંવરભાવ આત્મામાં નિષ્પન્ન થાય તેટલા અંશથી બાહ્ય પદાર્થનો સંશ્લેષ ન્યૂન થાય છે અને જેટલો બાહ્ય પદાર્થમાં સંશ્લેષ ન્યૂન થાય છે તેટલો કર્મબંધ અટકે છે.
શ્રાવક જે ક્ષેત્રનું પરિમાણ કરે છે તેનાથી પર ક્ષેત્રમાં સર્વ ભાવો વિષયક આરંભ-સમારંભને આશ્રયીને અર્થથી અને અનર્થથી સાવદ્ય યોગનો પરિહાર થાય છે; કેમ કે શ્રાવક જ્યારે જિનવચનાનુસાર ઉપયોગ યુક્ત હોય ત્યારે શ્રાવકધર્મની મર્યાદા અનુસાર સર્વવિરતિની શક્તિનો સંચય થાય તે રીતે જ ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે. પોતાના સુખાદિ પ્રયોજન અર્થે સાવઘયોગની પ્રવૃત્તિ હોય છે તે વખતે અર્થદંડ હોય છે અને જે વખતે પ્રમાદયુક્ત થઈ પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે અનર્થદંડ હોય છે. દિક્પરિમાણવ્રત ગ્રહણ કરવાથી જે અર્થને આશ્રયીને દંડ હતો તેવા અર્થદંડરૂપ અને અનર્થને આશ્રયીને દંડ હતો તેવા અનર્થદંડરૂપ સર્વ