________________
૧૭૬
ભાષ્યઃ
अत्राह कोsनयोः प्रतिविशेष इति ? । अत्रोच्यते
ભાષ્યાર્થ :
=
અહીં=વ્રતી બે પ્રકારના છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એમાં, પ્રશ્ન કરે છે આ બેમાં=અગારી અને અણગાર એ બેમાં, શું પ્રતિવિશેષ છે ?-શું ભેદ છે ? અહીં=આ પ્રકારની શંકામાં, ઉત્તર આપે છે . સૂત્ર ઃ
અણુવ્રતોડરી ।।૭/।।
સૂત્રાર્થ
:
-
અણુવ્રતવાળો અગારી છે. II૭/૧૫।।
ભાષ્યઃ
अणून्यस्य व्रतानीत्यणुव्रतः, तदेवमणुव्रतधरः श्रावकोऽगारी व्रती भवति ।।७/१५।। ભાષ્યાર્થ :
अणून्यस्य મવૃત્તિ ।। અણુ છે વ્રતો આને તે અણુવ્રતવાળા, તે કારણથી=જે કારણથી અણુવ્રતો છે આને તે કારણથી, આ રીતે અણુવ્રતવાળો=અણુવ્રતને ધારણ કરનારો, શ્રાવક અગારી વ્રતી છે. ।।૭/૧૫/
ભાવાર્થ
.....
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૫, ૧૬
किञ्चान्यत् -
ભાષ્યાર્થ :
સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણીને માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાત્વશલ્યના ત્યાગપૂર્વક સંપૂર્ણ મહાવ્રતના પાલનના અત્યંત અર્થી હોવા છતાં જેઓમાં મહાવ્રતને પાળવાને અનુકૂળ અંતરંગ શક્તિનો સંચય થયો નથી તેઓ પોતાની શક્તિ અનુસાર અણુવ્રતોને સ્વીકારીને દેશવિરતિધર્મ પાળે છે. આવા શ્રાવકો અગારી છે અર્થાત્ ઘરવાળા છે; અને દેશથી વ્રતો પાળે છે તેથી વ્રતી છે. આવા શ્રાવકો પણ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા કરીને પરલોક આદિની કે આલોકની આશંસા વગરના થઈને સ્વશક્તિ અનુસાર વ્રતો પાળે છે ત્યારે કષાયોને પરવશ થયા વગર ઉત્તર ઉત્તરના ગુણસ્થાનકની શક્તિનો સંચય થાય તે રીતે દેશિવરતિમાં યત્ન કરે છે તેથી નિઃશલ્ય છે અને વ્રતવાળા છે. II૭/૧૫॥
ભાષ્યઃ
-
વળી બીજું શું છે ? તેથી કહે છે
-