________________
૧૭૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-) અધ્યાય-૭ | સૂત્ર-૧૨, ૧૩ ભાષ્યાર્થ :
ચેતનાવ... અનર્થાન્તરમ્ | ચેતનાવાળાં બાહ્ય દ્રવ્યોમાં, અચેતનવાળાં બાહ્ય દ્રવ્યોમાં તથા ચેતનાવાળાં અત્યંતર દ્રવ્યોમાં અને અચેતનવાળાં અત્યંતર દ્રવ્યોમાં મૂચ્છ પરિગ્રહ છે. મૂર્છાના પર્યાયવાચી શબ્દો બતાવે છે –
ઇચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષ, કાંક્ષા, ગાર્થ, મૂચ્છ એ અનર્થાતર છે=મૂચ્છના એકાWવાચી શબદો છે. I૭/૧૨ા
ભાવાર્થ :
(પ) પરિગ્રહ -
ચેતનવાળા એવા બાહ્ય ભાવો અર્થાતુ પોતાનાથી ભિન્ન પુત્રાદિ, રૂપસંપન્ન મનુષ્યાદિ કે અન્ય પણ જીવોમાં જે મૂર્છા થાય છે અર્થાત્ તેને જોઈને પ્રીતિ થાય છે, જોવાની ઇચ્છા થાય છે, આલાપ-સંલાપ કરવાનો પરિણામ થાય છે તે પરિગ્રહ છે.
વળી ચેતનવાળા અભ્યતર ભાવો અર્થાતુ પોતાનામાં વર્તતા જ્ઞાન, બુદ્ધિમત્તા, ચાતુર્ય કે ગુસ્સો કરીને પોતાનું કાર્ય સાધવાની શક્તિ - તે સર્વમાં થતો મૂનો પરિણામ તે પરિગ્રહ છે.
અચેતન એવા ગૃહાદિ કે ધનાદિ બાહ્ય ભાવોમાં મૂર્છા થાય તે પણ પરિગ્રહ છે. વળી અચેતન એવા દેહ અંતરવર્તી લોહી, માંસાદિ અત્યંતર દ્રવ્યોમાં મૂર્છા થાય એ પણ પરિગ્રહ છે.
આનાથી એ ફલિત થાય કે જીવ જ્યાં સુધી વીતરાગ નથી ત્યાં સુધી જે પદાર્થને જોશે તે સુંદર લાગશે તો પ્રીતિ થશે અને અસુંદર લાગશે તો અપ્રીતિ થશે. બાહ્ય પદાર્થોમાં કે અત્યંતર પદાર્થોમાં મૂચ્છના પરિવાર અર્થે આત્માની સાથે અભિન્ન એવા વીતરાગભાવમાં કે વીતરાગભાવની પ્રાપ્તિના કારણીભૂત જિનવચનાદિ સદ્આલંબનોમાં સતત દૃઢ યત્નપૂર્વક રાગ પ્રવર્તે તો તે રાગ વીતરાગતા તરફ જનાર હોવાથી મૂર્છારૂપ બનતો નથી; પરંતુ જ્યારે જ્યારે ઉપયોગ આત્માના વીતરાગભાવને પ્રગટ કરવાને અનુકૂળ વ્યાપારમાં દઢ ઇચ્છાપૂર્વક પ્રવર્તતો નથી ત્યારે ત્યારે બાહ્ય પદાર્થો વિષયક જોવાની, જાણવાની જે ઉત્સુકતા આદિ થાય છે તે ઇચ્છા, કાંક્ષા આદિ મૂચ્છ સ્વરૂપ છે. આથી જ સર્વથા પરિગ્રહના ત્યાગી મુનિ દેહને પણ ધર્મના ઉપકરણરૂપે ધારણ કરી દેહકૃત કોઈ પ્રકારની શાતાના અર્થી નથી, પરંતુ દેહને સમભાવની વૃદ્ધિમાત્રમાં પ્રવર્તાવવાની ઇચ્છાવાળા છે, જેથી મૂચ્છરૂપ પરિગ્રહનો નાશ થાય. I૭/૧રના
ભાષ્ય :
अत्राह - गृह्णीमस्तावद् व्रतानि, अथ व्रती क इति ?, अत्रोच्यते -