________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૦, ૧૧
ભાવાર્થ:
(૩) અદત્તાદાન ઃ
૫૨ વડે ગ્રહણ કરાયેલા એવા તૃણાદિ અથવા ૫ર દ્વારા અપાયેલા ન હોય તેવા દ્રવ્યને કોઈ સ્ટેયબુદ્ધિથી ગ્રહણ કરે તો તે અદત્તાદાન છે.
અહીં સ્તેયબુદ્ધિ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મો બાંધે છે તે સ્થાનમાં પણ તે કર્મપુદ્ગલો કોઈના વડે અપાયા નથી છતાં તેને ગ્રહણ કરે છે, પરંતુ ત્યાં સ્તેયબુદ્ધિ નથી; તે સિવાય કોઈની પણ વસ્તુ પૂછ્યા વગર ગ્રહણ કરે તો અદત્તાદાનની પ્રાપ્તિ થાય, તેથી તૃણાદિ પણ તેના માલિકને પૂછ્યા વગર સાધુ ગ્રહણ કરે નહીં.
વળી સૂત્ર-૮માં પ્રમત્તયોગથી પ્રાણવ્યપરોપણરૂપ હિંસા કહેલ તેમાં પ્રમત્તયોગની અનુવૃત્તિ મૃષાવાદ આદિ સર્વમાં છે. તેથી જે સાધુ પ્રમાદયોગવાળા હોય ત્યારે સાક્ષાત્ અદત્તાદાનની કોઈ પ્રવૃત્તિ ન હોય તોપણ પ્રમત્તયોગને કારણે અદત્તાદાનનું પાપ પ્રાપ્ત થાય છે. પ્રમાદયોગપૂર્વક અદત્તનું ગ્રહણ કરવામાં આવે ત્યારે પરિણામની અપેક્ષાએ અને કૃત્યની અપેક્ષાએ પણ અદત્તાદાનની પ્રાપ્તિ થાય છે.
આથી જ જે સાધુ સંયમમાં અપ્રમાદવાળા નથી, તેઓને ભગવાને વસતિ, આહાર વગેરે ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી નથી, છતાં તે વસતિ આદિનો ઉપભોગ કરે છે તેથી તેમને તીર્થંકરઅદત્તની પ્રાપ્તિ થાય છે. તેથી અદત્તાદાનવિરમણમહાવ્રતના રક્ષણ અર્થે સાધુએ ધર્મવૃદ્ધિ થાય તે રીતે જ સર્વ ધર્મ ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી અદત્તાદાનની પ્રાપ્તિ ન થાય. Il૭/૧૦ll
ભાષ્યઃ
अत्राह
ભાષ્યાર્થ :
સૂત્રાર્થ
અત્ર=અહીં=અદત્તાદાનનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે
પ્રકારના પ્રશ્નમાં, કહે છે
સૂત્રઃ
:
-
अथाब्रह्म किमिति ?, अत्रोच्यते
ભાષ્ય -
-
૧૭૧
મૈથુનમત્રજ્ઞ ।।૭/।।
મૈથુન અબ્રહ્મ છે. II૭/૧૧||
=
स्त्रीपुंसयोमिथुनभावो मिथुनकर्म वा मैथुनं तदब्रह्म ।।७ /११ ।।
હવે અબ્રહ્મ શું છે ? અહીં=આ