________________
૧૭૦
તાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૯, ૧૦ વળી કોઈ જીવને કોઈક વ્યક્તિ પ્રત્યે કઠોર પરિણામો વર્તતા હોય તેથી કઠોરભાવપૂર્વક તેના વર્તન વિષયક અન્યને સત્ય પણ વચન કહે તો તે પરુષવચનરૂપ હોવાને કારણે મૃષાવચન બને છે. આવા પરુષવચનને કારણે કદાચ પેલી વ્યક્તિને પીડા ન થાય તો પણ પોતાનો પરુષભાવ હોવાથી તે વચન મૃષારૂપ જ કહેવાય છે.
વળી કોઈકની કોઈક પ્રવૃત્તિનું પોતાને જ્ઞાન હોય તેથી તેની પ્રવૃત્તિની અન્ય પાસે ચાડી ખાવાની વૃત્તિથી અન્યને કહેવામાં આવે તો તે પૈશુન્યભાવ છે. પશુન્યભાવથી સત્યવચન કહેવામાં આવે તોપણ તે મૃષાવચનરૂપ છે.
આ પ્રકારે મૃષાવચનના સ્વરૂપનું ભાવન કરીને મહાવ્રતધારી સાધુએ સંયમના પ્રયોજન સિવાય કે કોઈક જીવના પારમાર્થિક ઉપકારના પ્રયોજન સિવાય બોલવું જોઈએ નહીં; પરંતુ વચનગુપ્તિથી આત્માને ભાવિત કરીને સદા સંવૃત રહેવું જોઈએ અને તે વખતે સંયમના પ્રયોજનથી અથવા યોગ્ય જીવોના ઉપકારના પ્રયોજનથી જેટલું આવશ્યક જણાય તેટલું જ હિતકારી અને પરિમિત સત્યવચન કહેવું જોઈએ. I૭/લા
ભાષ્ય :
अत्राह - अथ स्तेयं किमिति ?, अत्रोच्यतेભાષાર્થ:
અહીં–મૃષાવાદનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે – હવે તેય શું છે? અહીં આ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર :
अदत्तादानं स्तेयम् ।।७/१०।।
સૂત્રાર્થ :
અદત્તાદાન સ્લેય છે. ll૭/૧૦ll ભાષ્ય :
स्तेयबुद्ध्या परैरदत्तस्य परिगृहीतस्य वा तृणादेव्यजातस्यादानं स्तेयम् ।।७/१०।। ભાષ્યાર્થ -
યથા ..... તેવમ્ | પર વડે નહીં અપાયેલ અથવા પરિગૃહીત તૃણાદિ દ્રવ્ય સમુદાયનું, તે બુદ્ધિથી ગ્રહણ તેય છે. ll૭/૧