________________
૧૬.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૯ गां ब्रवीत्यश्वं अश्वं च गौरिति । गर्हेति हिंस्रपारुष्यपैशुन्यादियुक्तं वचः सत्यमपि गर्हितमनृतमेव
મવતીતિ ।।૭/૧।।
ભાષ્યાર્થ :
-
असदिति મવતીતિ।। અસ ્ એટલે સદ્ભાવનો પ્રતિષેધ, અર્થાન્તર અને ગર્હા. ત્યાં=ત્રણ પ્રકારના અસદ્ અભિધાનમાં, સદ્ભાવનો પ્રતિષેધ એટલે સદ્ભૂતનો અપલાપ અને અભૂતનું ઉદ્ભાવન. તે આ પ્રમાણે છે ‘આત્મા નથી, પરલોક નથી' ઇત્યાદિ ભૂતનો નિહ્નવ છે=સદ્ભૂતનો અપલાપ છે, ‘શ્યામાક નામના તંડુલ=ચોખા, જેટલો આ આત્મા છે, અંગુષ્ઠપર્વમાત્ર=અંગૂઠાના પર્વ જેટલો, આ આત્મા છે, આદિત્ય વર્ણ જેવો આ આત્મા છે, નિષ્ક્રિય આ આત્મા છે' એ વગેરે અભૂત ઉદ્ભાવન છે. અર્થાન્તર ‘જે ગાયને અશ્વ કહે છે અને અશ્વને ગાય કહે છે' ગર્હ એટલે હિંસ્ર, પારુષ્ય, વૈશુન્ય આદિ યુક્ત વચન સત્ય પણ ગહિત અમૃત જ થાય છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ૭/૯||
ભાવાર્થ :
(૨) અમૃત=મૃષાવાદ :
જે સાધુ અપ્રમાદભાવથી સંયમના પ્રયોજનથી સત્યવચન કે તેવા કોઈ કારણવિશેષથી અસત્ય વચન બોલે છે તે મૃષાભિધાન નથી, પરંતુ જે વચનપ્રયોગમાં સ્વ-૫૨ના કલ્યાણનું પ્રયોજન નથી તેવા સર્વ વચનપ્રયોગ મૃષાવાદ જ છે. આથી જ સુસાધુ સંયમની વૃદ્ધિનું પ્રયોજન ન હોય કે કોઈ યોગ્ય જીવના ઉપકારનું પ્રયોજન ન હોય તો કોઈ પ્રકારનો વચનપ્રયોગ તો કરતા નથી પરંતુ બોલવાને અભિમુખ પરિણામવાળા પણ થતા નથી. તેવા સમયે તેઓ વચનગુપ્તિ દ્વારા સંવૃત થઈને આત્મભાવોમાં જવા યત્ન કરે છે અર્થાત્ પોતાના ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે સંયમના ઉચિત પરિણામવાળા રહે છે. જે સાધુ આ પ્રકારની વચનગુપ્તિવાળા નથી તેઓ ક્વચિત્ બોલતા ન હોય તોપણ નિમિત્ત પામીને બોલવાને અભિમુખ પરિણામવાળા થાય છે. તે વચનપ્રયોગ ક્વચિત્ મૃષારૂપ પણ હોય અને ક્વચિત્ સત્યરૂપ પણ હોય તે સર્વ અસદ્ અભિધાનરૂપ હોવાથી અસત્ય છે. આ અસત્યને જ ભાષ્યકારશ્રીએ ત્રણ ભાવોમાં વિભક્ત કરેલ છે : (૧) સદ્દભાવનું પ્રતિષેધ, (૨) અર્થાન્તર અને (૩) ગર્હ.
(i) સદ્ભાવનો પ્રતિષેધ :
સદ્ભાવનો પ્રતિષેધ બે રૂપે થાય છે ઃ (૧) સદ્ભૂતના અપલાપરૂપ અને (૨) અભૂતના ઉદ્ભાવન રૂપ. તેમાં સદ્ભૂતનો અપલાપ એટલે આત્મા નથી, પરલોક નથી ઇત્યાદિ વિદ્યમાન વસ્તુનો અપલાપ. ભગવાનના વચન અનુસાર જે જે પદાર્થો જેવી રીતે વિદ્યમાન હોય તેનો અપલાપ કરવામાં આવે ત્યારે તે સદ્ભૂતના અપલાપરૂપ થાય. જેમ કેસરથી ભગવાનની પૂજા કરવાનાં વિધાનો સ્પષ્ટ શાસ્ત્રમાં પ્રાપ્ત થવા છતાં સ્વમતિ અનુસાર કેટલાક પ્રતિપાદન કરતા હોય કે ‘ભગવાનની કેસરથી પૂજા થાય નહીં' તે સદ્ભૂતનો