________________
૧૬૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૮ ભાગાર્ય :
અહીં-સૂત્ર-૧માં વ્રતનું સ્વરૂપ બતાવ્યું ત્યારપછી તેના દેશથી અને સર્વથી ભેદો બતાવ્યા. ત્યારપછી તે વ્રતોને સ્થિર કરવા અર્થે શું શું કરવું જોઈએ ? તે અત્યાર સુધી બતાવ્યું એ કથનમાં, પ્રશ્ન કરે છે – તમારા વડે “હિંસાથી વિરતિ વ્રત છે” (અધ્યાય-૭, સૂત્ર-૧) એમ કહેવાયું ત્યાં=હિંસાથી વિરતિમાં, હિંસા શું છે? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર :
પ્રમત્તયોના પ્રાવ્યપરોપvi હિંસા II૭/૮ સૂત્રાર્થ :
પ્રમતયોગથી પ્રાણનું વ્યપરોપણ હિંસા છે. ll૭/૮ ભાષ્ય :
प्रमत्तो यः कायवाङ्मनोयोगैः प्राणव्यपरोपणं करोति सा हिंसा, हिंसा मारणं प्राणातिपातः प्राणवधः देहान्तरसंक्रामणं प्राणव्यपरोपणमित्यनर्थान्तरम् ।।७/८।। ભાષ્યાર્થ :
પ્રમો ..... અનર્થાતરમ્ | કાયયોગ, વચનયોગ અને મનોયોગ વડે પ્રમત એવો જે પ્રાણ વ્યપરોપણ કરે છે, તે હિંસા છે. હિંસાના પર્યાયવાચી શબ્દો બતાવે છે – હિંસા, મારણ, પ્રાણાતિપાત, પ્રાણવધ, દેહાંતરસંક્રામણ, પ્રાણવ્યપરોપણ એ અનર્થાતર છે= એકાર્યવાચી છે. ૭/૮ ભાવાર્થ - (૧) હિંસા :
જે સાધુ નિત્ય જિનવચનનું સ્મરણ કરીને જિનવચનના દઢ અવલંબનપૂર્વક, જિનતુલ્ય થવાનો વ્યાપાર થાય તે પ્રકારે મન-વચન-કાયાના યોગોથી સંયમની સર્વ ક્રિયાઓ કરે છે તે અપ્રમત્ત સાધુ છે. જે સાધુ સંયમની ક્રિયા કરવા છતાં કાયાને, વાણીને અને મનોયોગને જિનવચનના સ્મરણપૂર્વક અંતરંગ અને બહિરંગ ઉચિત વ્યાપારમાં પ્રવર્તાવતા નથી તેઓનો અંતરંગ વ્યાપાર વીતરાગભાવને સ્પર્શનારો નહીં હોવાથી, બાહ્યભાવને સ્પર્શીને પ્રમાદની વૃદ્ધિ કરે છે અને બાહ્ય ક્રિયાઓ જીવરક્ષાને અનુકૂળ ઉચિત વ્યાપારવાળી નહીં હોવાથી પ્રસાદ સ્વરૂપ છે. તેથી તેઓની ક્રિયાથી કોઈ જીવના પ્રાણનું વ્યપરોપણ થાય તે પ્રમાદયોગથી થયેલી હિંસા છે.