________________
૧૬૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૭, ૮
આ પ્રકારે કાયાના સ્વભાવનું ભાવન કર્યા પછી સાધુએ કે શ્રાવકે વિચારવું જોઈએ કે આ કાયા અશુચિ એવા વિષ્ટા આદિ ભાવોથી યુક્ત છે. તેથી આવી અસાર કાયા પ્રત્યે વિવેકી પુરુષોએ રાગભાવ ધારણ કરવો જોઈએ નહીં અને અન્યની પણ તેવી અશુચિવાળી કાયા પ્રત્યે રાગ કરવો જોઈએ નહીં; પરંતુ આત્માનો જે વીતરાગ સ્વભાવ છે તેના પ્રત્યે જ રાગભાવ ધારણ કરવો જોઈએ. આ પ્રકારે કાયસ્વભાવનું ભાવન કરવાથી અને જગતના સ્વભાવનું ભાવન કરવાથી સંવેગ અને વૈરાગ્ય થાય છે.
અહીં પ્રશ્ન થાય કે સંવેગ શું છે ? તેથી કહે છે – સંસારનું ભીરુપણું સંવેગ છે. આરંભ-પરિગ્રહમાં દોષ-દર્શનને કારણે અરતિ છે તે સંવેગ છે. ધર્મમાં અને ધાર્મિક જીવોમાં બહુમાન છે તે સંવેગ છે. ધર્મશ્રવણમાં અને ધાર્મિક જીવોના દર્શનમાં મનનો પ્રસાદ છે તે સંવેગ છે અને ઉત્તરોત્તર ગુણવૃદ્ધિના યત્નમાં રુચિ છે તે સંવેગ છે.
તેથી એ ફલિત થાય કે સંસાર અને સંસારનાં કારણોને દૂર કરવા અર્થે ઉત્કટ પરિણામ થાય અને ગુણનિષ્પત્તિનાં કારણોને સેવવાનો ઉત્કટ પરિણામ થાય તે સંવેગ છે. સંવેગના અર્થીએ માત્ર બાહ્ય ક્રિયાથી સંતોષ માનવો જોઈએ નહીં, પરંતુ ગુણવૃદ્ધિમાં ઉદ્યમ થાય તે રીતે જ ધર્મશ્રવણાદિ સર્વ કૃત્યો કરવાં જોઈએ. આવું સંવેગઉત્પત્તિનું બીજ બને તે રીતે જ જગતસ્વભાવનું અને કાયસ્વભાવનું ભાવન કરવું જોઈએ, પરંતુ માત્ર જગતસ્વભાવની વિચારણા કે કાયસ્વભાવની વિચારણા કરીને સંતોષ માનવો જોઈએ
નહીં.
વળી વૈરાગ્ય શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
શરીરથી, ભોગોથી અને સંસારથી નિર્વેદ થવાને કારણે ઉપશાંત થયેલ જીવને બાહ્ય ઉપધિમાં અને અત્યંતર ઉપધિમાં અનભિન્કંગ પરિણામ વૈરાગ્ય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા જગતનો સ્વભાવ અને કાયાનો સ્વભાવ સમ્યગુ રીતે ભાવન કરે છે તેઓને શરીરની શાતા પ્રત્યે ઉપેક્ષા થાય છે; પરંતુ આત્માની સ્વસ્થતા પ્રત્યે જ બદ્ધરાગ થાય છે, સંસારના પરિભ્રમણ પ્રત્યે નિર્વેદ થાય છે અને આત્માની મોહથી અનાકુળ અવસ્થા જ સારરૂપ જણાય છે, જેથી બાહ્ય પદાર્થોને આશ્રયીને જે કષાયો પ્રવર્તતા હતા તે શાંત થાય છે. તેથી શરીર અને શરીરને અનુકૂળ એવી બાહ્ય સામગ્રીમાં રાગનો પરિણામ દૂર થાય છે; કેમ કે તેનો રાગનો ભાવ સમભાવમાં જ સ્થિર થાય છે. અત્યંતર ઉપધિરૂપ લબ્ધિઓ પ્રાપ્ત થાય કે વિદ્વત્તા આદિ પ્રાપ્ત થાય તે સર્વ પ્રત્યે અનભિન્કંગ થાય છે અને સર્વ ઉદ્યમથી સંયમના કંડકોની વૃદ્ધિ કરવાનો પરિણામ થાય છે તે વૈરાગ્ય છે. ll૭/ળા
ભાષ્ય :
સત્રાદ – ૩ ભવતા હિંસચ્ચિો વિરતિદ્ગતમ્' (૫૦ ૭, સૂo ) તિ, તત્ર 1 હિંસા નાતિ ? अत्रोच्यते -