________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૪
૧૪૯
રક્ષણને અનુકૂળ બ્રહ્મચર્યનું પાલન સુસાધુથી જ થઈ શકે છે અને તેના સ્વરૂપનું ભાવન કરીને શ્રાવક પણ સદા શુદ્ધ બ્રહ્મચર્યની શક્તિનો સંચય કરે છે; કેમ કે વેદના ઉદયને વશ કામનો વિકાર થાય છે અને વૃદ્ધિ પામેલો તે વિકાર પૂર્વમાં બતાવેલા આલોકનાં અને પરલોકનાં સર્વ અનર્થોનું કારણ છે. તેથી સર્વ અનર્થોનાં બીજભૂત કામના વિકારને શાંત કરવા જ યત્ન કરવો જોઈએ.
ભાષ્ય :
तथा परिग्रहवान् शकुनिरिव मांसपेशीहस्तोऽन्येषां क्रव्यादशकुनानामिहैव तस्करादीनां गम्यो भवति, अर्जनरक्षणक्षयकृतांश्च दोषान् प्राप्नोति । न चास्य तृप्तिर्भवतीन्धनैरिवाग्नेः, लोभाभिभूतत्वाच्च कार्याकार्यानपेक्षो भवति प्रेत्य चाशुभां गतिं प्राप्नोति, लुब्धोऽयमिति च गर्हितो भवतीति परिग्रहाद् व्युपरमः श्रेयान् ।।७ / ४ ।।
ભાષ્યાર્થ :
FET .....
શ્રેવાન્ ।। અને માંસપેશી છે હાથમાં જેને એવું શકુનિ નામનું પક્ષી અન્ય વ્યાદશકુનોને= અન્ય માંસ ખાનારા શકુનિ સિવાયના ગીધ આદિને, જેમ ગમ્ય બને છે=નજરે ચડે છે, તેમ પરિગ્રહવાળો આલોકમાં ચોરાદિનો જ ગમ્ય બને છે. અને અર્જુન-રક્ષણ-ક્ષયકૃત દોષોને પ્રાપ્ત કરે છે. આને=પરિગ્રહવાળાને, ઈંધણથી અગ્નિની જેમ તૃપ્તિ થતી નથી. અને લોભથી અભિભૂતપણું હોવાથી કાર્ય-અકાર્ય અનપેક્ષ થાય છે=પરિગ્રહવાળો કાર્ય-અકાર્યના વિચાર વગરનો થાય છે, તથા પરલોકમાં અશુભગતિને પ્રાપ્ત કરે છે. અને આ લુબ્ધ છે એ પ્રમાણે ગહિત થાય છે=નિંદાને પાત્ર બને છે. એથી પરિગ્રહથી વિરામ શ્રેયકારી છે. ।।૭/૪૫
ભાવાર્થ:
(૫) પરિગ્રહના અપાયોનું વર્ણન :
શકુનિપક્ષી માંસપેશી લઈને બેઠેલ હોય ત્યારે માંસના અર્થી અન્ય હિંસક પ્રાણીઓ તે શકુનિ પક્ષીને માંસ ખાવાના વ્યાપારવાળો જોઈને પાછળથી પકડી લે છે, પરિણામે તેના પ્રાણનો નાશ થાય છે. તે રીતે પરિગ્રહવાળો જીવ ચોર, રાજા આદિને ગમ્ય બને છે. તેને ચોર, રાજા આદિ ત૨ફથી ત્રાસ પ્રાપ્ત થાય છે. તેથી સતત પરિગ્રહને કારણે તેને મૃત્યુનો ભય રહે છે. વળી, પરિગ્રહના અર્જનમાં ક્લેશ પ્રાપ્ત થાય છે, રક્ષણમાં ક્લેશ પ્રાપ્ત થાય છે અને પરિગ્રહનો નાશ થાય ત્યારે પણ ખેદ-ઉદ્વેગ આદિ દોષો પ્રાપ્ત થાય છે.
વળી પરિગ્રહની પ્રાપ્તિ પછી તૃપ્તિ થતી નથી, પરંતુ ઈંધન મળવાથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે છે તે રીતે જેમ જેમ ધન આદિરૂપ પરિગ્રહ પ્રાપ્ત થાય છે તેમ તેમ પરિગ્રહની લાલસા વૃદ્ધિ પામે છે, જે પીડા સ્વરૂપ છે. જેઓને પરિગ્રહ વિષયક લોભની વૃદ્ધિ થાય ત્યારે અધિક પરિગ્રહ મેળવવા માટે ઉચિત કૃત્ય શું ? અને અનુચિત કૃત્ય શું ? તેનો વિચાર કર્યા વગર કર્માદાનાદિ કાર્યો સેવવાનો પણ પરિણામ થાય છે, તેમને