________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧
૧૫૭
માધ્યય્યના પર્યાયવાચી બતાવે છે – માધ્યચ્ય, દાસીચ, ઉપેક્ષા એ અનર્થાન્તર છે એકાર્યવાચી શબ્દો છે. અવિનયો એટલે મૃપિંડકાષ્ઠ અને કુષ્ય જેવા, ગ્રહણ-ધારણ-વિજ્ઞાન-ઊહ-અપોહથી રહિત, મહામોહથી અભિભૂત, દુષ્ટ અવગ્રાહી-દુષ્ટ વ્યક્તિઓથી વિપરીત રીતે બોધ કરાયેલા; તેઓમાં આવા અવિનયી જીવોમાં, માધ્યસ્થનું ભાવન કરવું જોઈએ. દિકજે કારણથી, ત્યાં-તેવા જીવોમાં, વક્તાના હિતોપદેશનું સફલપણું થતું નથી. li૭/૬il. ભાવાર્થ :
સર્વ જીવો સાથે તે તે જીવોની ભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાથી યોગમાર્ગની વૃદ્ધિ થાય છે, તેથી સુસાધુ કે શ્રાવક મૈત્રી આદિ ચાર ભાવનાઓથી આત્માને અત્યંત ભાવિત કરે છે, જેથી સર્વ જીવોમાં જે જે પ્રકારની ભૂમિકા છે તે તે અનુસાર ઉચિત પ્રયત્ન થાય અને પોતાનાં મહાવ્રતો કે અણુવ્રતો વિશુદ્ધવિશુદ્ધતર બને. (૧) મૈત્રીભાવના :કઈ રીતે સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિ અર્થે ભાવના કરવી જોઈએ ? તે બતાવતાં કહે છે - સર્વ જીવોમાં મૈત્રીની ભાવના કરવી જોઈએ. કઈ રીતે મૈત્રીભાવના કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરે છે – સર્વ જીવોની હું ક્ષમા યાચું છું.
તેથી એ પ્રાપ્ત થાય કે કોઈપણ જીવને પોતે કોઈપણ પ્રકારના ક્લેશનું કારણ બન્યો હોય તો તે ક્લેશના નિવારણ અર્થે ભાવન કરે છે કે બધા જીવોની હું ક્ષમા યાચું છું. વળી પોતાના અંતરંગભાવને અતિશયિત કરવા અર્થે ભાવન કરે છે કે સર્વ જીવોને હું ક્ષમા આપું છું. તેથી સર્વ જીવો દ્વારા પોતાનો કોઈ અપરાધ થયો હોય તે અપરાધને પોતે ભૂલી જઈને તેઓને ક્ષમા આપે છે, જેથી બધા જીવોના પોતાના પ્રત્યેના અનુચિત વર્તનનો પોતાને દ્વેષ ન રહે અને પોતે અન્ય જીવો સાથે જે અનુચિત વર્તન કર્યું છે, તેની ક્ષમાયાચના કરીને પોતે તે અનુચિત વર્તનની નિંદા કરે છે, જેથી સર્વ જીવો સાથે પોતાને કોઈ પ્રકારનો વેરનો પરિણામ રહે નહીં. સર્વ જીવોમાં મૈત્રીનો પરિણામ રહે સર્વ જીવોનું હું કઈ રીતે હિત કરું ? એવો પરિણામ રહે, પરંતુ કોઈ જીવની અનુચિત પ્રવૃત્તિની અસહિષ્ણુતા પોતાનામાં રહે નહીં. આ પ્રકારે અત્યંત ભાવિત થવાથી જીવમાત્ર સાથે ઉચિત પ્રવૃત્તિ કરવાનો પરિણામ સ્થિર થાય છે અને કોઈના અનુચિત વર્તનને કારણે તેના પ્રત્યે લેશ પણ દ્વેષ થતો નથી પરંતુ તેના હિતની ચિંતા થાય છે. (૨) પ્રમોદભાવના :
ગુણાધિક જીવોમાં પ્રમોદભાવના કરવી જોઈએ. પ્રમોદ એટલે વિનયનો પ્રયોગ.