________________
૧પપ
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૫, ૬ સર્વ પદાર્થો પ્રત્યે નિર્મમભાવવાળું ચિત્ત નિષ્પન્ન કરવાથી પરિગ્રહની પીડા દૂર થાય છે, તેથી દુઃખથી આત્માનું રક્ષણ કરવાર્થે અપરિગ્રહભાવનાથી સદા આત્માને ભાવિત કરવો જોઈએ.
આ રીતે પાંચ મહાવ્રતોના ધૈર્ય માટે હિંસાદિ પાંચેયના દુઃખને ભાવન કરનાર વ્રતવાળા સાધુ ભગવંત વ્રતમાં ધૈર્યને પ્રાપ્ત કરે છે અને દેશવિરતિધર શ્રાવક દેશવિરતિની વૃદ્ધિ થાય અને સર્વવિરતિને અનુકૂળ બળ સંચય થાય તે રીતે વ્રત સ્વૈર્યને પ્રાપ્ત કરે છે. ll૭/પા.
ભાષ્ય :
किञ्चान्यत् -
ભાષ્યાર્થ
વળી અન્ય શું ભાવન કરે છે ? તે બતાવે છે – ભાવાર્થ
હિંસાદિ પાંચથી વિરતિરૂપ મહાવ્રતોને કે અણુવ્રતોને સ્થિર કરવા અર્થે જેમ હિંસાદિના અપાયો અને હિંસાદિ દુઃખરૂપ છે તેનું ભાવન આવશ્યક છે તેમ સર્વ જીવો સાથે સર્વ પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરવી પણ આવશ્યક છે; કેમ કે તેનાથી જ સમભાવની વૃદ્ધિ થાય છે. સમભાવના પ્રકર્ષથી જ સુખાત્મક એવાં મહાવ્રતો પરિણમન પામે છે. તેથી અન્ય શું ભાવન કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર :
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु T૭/૬ાા સૂત્રાર્થ :
સત્વોમાં=સર્વ જીવોમાં, ગુણાધિકોમાં ગુણાધિક જીવોમાં, ક્રિશ્યમાનોમાં કિલશ્યમાન જીવોમાં, અને અવિનયોમાં-અયોગ્ય જીવોમાં, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્યભાવના કરવી જોઈએ= યથાક્રમ ભાવના કરવી જોઈએ. ll૭/કા ભાષ્ય :
भावयेद् यथासङ्ख्यम्, मैत्री सर्वसत्त्वेषु, क्षमेऽहं सर्वसत्त्वानाम्, क्षमयेऽहं सर्वसत्त्वान्, मैत्री मे सर्वसत्त्वेषु, वैरं मम न केनचिदिति । प्रमोदं गुणाधिकेषु, प्रमोदो नाम विनयप्रयोगः, वन्दनस्तुतिवर्णवादवैयावृत्त्यकरणादिभिः सम्यक्त्वज्ञानचारित्रतपोऽधिकेषु साधुषु परात्मोभयकृतपूजाजनितः सर्वेन्द्रियाभिव्यक्तो मनःप्रहर्ष इति । कारुण्यं क्लिश्यमानेषु, कारुण्यमनुकम्पा दीनानुग्रह इत्यना