________________
૧૬૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-| અધ્યાય-૭ | સૂત્ર
વળી જેઓ મોમુહ પ્રકૃતિવાળા હોય છે અર્થાતુ બીજા પર અપકાર કરવાની વૃત્તિવાળા હોય છે, તેથી સ્વયં પોતાની પ્રકૃતિથી દુઃખી હોય છે અને બીજાને દુઃખી કરે છે, એવા જીવોને પણ હિતોપદેશ આદિ દ્વારા માર્ગમાં લાવવા માટે મહાત્મા કરુણાભાવના કરે છે.
વળી, વૃદ્ધ અવસ્થાવાળા જીવો વૃદ્ધાવસ્થાને કારણે વિવિધ પ્રકારના દુઃખથી પીડિત હોય છે. તેઓને ઉચિત હિતોપદેશ આદિ દ્વારા કે ઉચિત પ્રવૃત્તિ દ્વારા અનુગ્રહ કરીને કરુણાભાવના કરવી જોઈએ, જેથી જગતના જીવોના દુઃખના નિવારણ માટે ઉચિત પરિણતિ પ્રગટ થાય.
આ કરુણાભાવના વિરતિના પરિણામના શૈર્ય માટે અત્યંત ઉપકારક છે; કેમ કે દુઃખી પ્રત્યેનું દયાળુ ચિત્ત સર્વ જીવો પ્રત્યે સમભાવવાળું બને છે. જેમ પોતાને પોતાનાં દુઃખો અનિચ્છનીય છે તેમ જગતના જીવોને પણ પોતાનાં દુઃખો અનિચ્છનીય જ હોય છે. આ બે પ્રકારના પરિણામથી સર્વ જીવો પ્રત્યે સમભાવનો પરિણામ થાય છે. ફક્ત તે દુઃખો માત્ર શારીરિક કે દરિદ્ર અવસ્થામાં જ ગ્રહણ કરીને જેઓ કરુણા કરે છે તે આદ્ય ભૂમિકાની કરુણા છે. વિવેકસંપન્ન મુનિઓ કે શ્રાવકો જે જે પ્રકારની કદર્થનાઓ જેઓ જેઓ પામતા હોય તે સર્વ વિષયક તે તે પ્રકારની કરુણાભાવના કરે છે. આથી જ મહામોહથી અભિભૂત થયેલા જીવોમાં તે પ્રકારની કરુણા મહાત્માઓ કરે છે અને મતિ આદિ અજ્ઞાનવાળા જીવોમાં તે પ્રકારની કરુણા કરે છે. (૪) માધ્યશ્મભાવના :
અવિનયી જીવોમાં માધ્યશ્મભાવના કરવી જોઈએ. જેઓ પ્રયત્નથી સુધરી શકે તેવા નથી પરંતુ તેમના માટે કરાયેલા પ્રયત્નથી તેમનું જ અહિત થાય તેવું છે અથવા પોતાને ક્લેશ પ્રાપ્ત થાય તેમ છે તેવા જીવો પ્રત્યે કરુણાને બદલે માધ્યશ્મભાવના કરવી જોઈએ.
માધ્યથ્ય, ઔદાસીન્ય, ઉપેક્ષા એકાર્યવાચી શબ્દો છે. જે જીવોને સુધારવા શક્ય નથી તેવા જીવો પ્રત્યે ઉપેક્ષા કરવી એ જ માધ્યશ્મભાવના છે. માધ્યશ્મભાવનાના વિષયભૂત જીવો કોણ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – મૃતિંડ, કાષ્ઠ, કુડ઼ય જેવા જીવો છે, જે અવિનય છે અર્થાત્ જેમ માટીનો પિંડ જડ છે, કાષ્ઠ જડ છે, ભીંત જડ છે તેમ જડ જેવા જે જીવો છે તે અયોગ્ય છે. આથી જ ઉપદેશાદિ દ્વારા તત્ત્વનું ગ્રહણ, તત્ત્વનું ધારણ, તત્ત્વ વિષયક વિશેષ જ્ઞાન અને ઊહાપોહથી રહિત છે. તેવા જીવોને ઉપદેશાદિ દ્વારા પણ તત્ત્વની પ્રાપ્તિ અશક્ય છે. કેમ તત્ત્વના ગ્રહણ-ધારણ આદિ માટે તે જીવો અસમર્થ છે ? તેથી કહે છે –
મહામોહથી અભિભૂત છે કેટલાક જીવો મહામોહના અત્યંત તીવ્ર પરિણામવાળા હોવાથી તત્ત્વને સંમુખ થાય તેવા નથી, અથવા દુષ્ટ પુરુષથી અવગ્રાહિત છે=કેટલાક જીવો કોઈક દુષ્ટ પુરુષ દ્વારા વિપરીત બોધ કરાવાયા છે, તેથી તે બોધથી નિવર્તન પામે તેવા નથી. આવા જીવોને ઉચિત બોધ કરાવવો અશક્ય