________________
૧૬૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૬, ૭ છે, તેથી તેઓ ઉપેક્ષાભાવનાના વિષયભૂત છે. આવા જીવો પ્રત્યે માધ્યસ્થ્યભાવના કરવી જોઈએ; કેમ કે વક્તાનો હિતોપદેશ તેઓમાં સફળ થતો નથી.
મૈત્રીભાવના આદિ ચારનું ફળ :
જે મહાત્માઓ મૈત્રી આદિ ચાર ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે એવા મહાત્માઓનું ચિત્ત સર્વ જીવોના હિતને અનુકૂળ મૈત્રીભાવવાળું હોય છે; પરંતુ કોઈના પ્રત્યે વેરના પરિણામવાળું હોતું નથી. તેથી વ્રતની સ્થિરતાની પ્રાપ્તિ થાય છે; કેમ કે સર્વ જીવો સાથે વે૨ના પરિણામનો ત્યાગ કરીને ઉચિત પ્રવૃત્તિ ક૨વી એ સમભાવનું બીજ છે.
વળી અધિક ગુણવાળામાં વિનયનો પ્રયોગ કરવો તે ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારરૂપ છે. તેથી પ્રમોદભાવનાથી ભાવિત થયેલા મહાત્મા ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપાર કરીને પ્રમોદભાવના દ્વારા વ્રતોને સ્થિર કરે છે.
વળી, ક્લિશ્યમાન જીવોમાં કરુણા કરીને સર્વ જીવો પ્રત્યે સમભાવનો પરિણામ સ્થિર થાય છે. તેથી જેમ પોતાના ક્લેશના નિવારણ માટે જીવ ઉચિત યત્ન કરે છે તેમ અન્યના ક્લેશના નિવારણ માટેના ઉચિત પ્રયત્નથી સમભાવનો પરિણામ સ્થિર થાય છે.
વળી અયોગ્ય જીવોની ઉપેક્ષા કરવાથી તેઓના અહિતમાં યત્ન થતો નથી; કેમ કે અયોગ્ય જીવોને ઉપદેશ આપવાથી તેઓને સન્માર્ગમાં દ્વેષ થાય છે, જેનાથી તેઓનું અહિત થાય છે. માટે માધ્યસ્થ્યભાવના પણ અયોગ્ય જીવોના હિતને અનુકૂળ વ્યાપારરૂપ હોવાથી સમભાવનું જ કારણ બને છે. માટે માધ્યસ્થ્યભાવનાથી પણ વ્રતો સ્થિર થાય છે. II૭/બ્રા
ભાષ્યઃ
किञ्चान्यत् ·
ભાષ્યાર્થ ઃ
વળી વ્રતના સ્વૈર્ય માટે અન્ય શું ભાવન કરવું જોઈએ ? તેથી કહે છે
સૂત્રઃ
जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ।।७ / ७।
સૂત્રમાર્થ
સંવેગ અને વૈરાગ્ય માટે જગતસ્વભાવનું અને કાયસ્વભાવનું ભાવન કરવું જોઈએ. II૭/૭11
ભાષ્ય :
जगत्कायस्वभावौ च भावयेत् संवेगवैराग्यार्थम् । तत्र जगत्स्वभावो द्रव्याणामनाद्यादिमत्परिणाम
: