________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૪
ભાષ્ય :
तथा स्तेनः परद्रव्यहरणप्रसक्तमतिः सर्वस्योद्वेजनीयो भवति इहैव चाभिघातवध ( बन्धन) हस्तपादकर्णनासोत्तरोष्ठच्छेदनभेदनसर्वस्वहरणवध्ययातनमारणादीन् प्रतिलभते, प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति स्तेयाद् व्युपरमः श्रेयान् ।
૧૪૭
ભાષ્યાર્થ ઃ
तथा શ્રેયાન્ ।। અને ચોર પરદ્રવ્યના હરણમાં પ્રસક્ત મતિવાળો, સર્વ જીવને ઉદ્વેગને કરાવનારો થાય છે. અહીં જ=આલોકમાં જ, અભિઘાત, વધ, બંધન, હસ્ત-પાદ-કર્ણ-નાસિકાઉત્તરના હોઠનું છેદન, ભેદન, સર્વસ્વહરણ, વધ્ય, યાતના, મારણ આદિને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં અશુભગતિને પ્રાપ્ત કરે છે અને ગહિત થાય છે=લોકમાં નિંદાપાત્ર થાય છે. તેથી સ્તેયથી વિરામ પામવો શ્રેયકારી છે.
ભાવાર્થ:
(૩) અદત્તાદાનના અપાયોનું વર્ણન :
ચોરી કરવાના યત્નવાળા જીવો પરદ્રવ્યના હરણ કરવાની મનોવૃત્તિવાળા હોય છે. તેથી બધા જીવોને ઉદ્વેગ કરાવનારા થાય છે, જેથી ચોરી અનુચિત વર્તનરૂપ છે. ચોરી કરનારા જીવો આ ભવમાં પણ અનેક પ્રકારના અનર્થોને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પણ અશુભગતિને પ્રાપ્ત કરે જે બન્ને ચોરીના અપાયો છે. વળી, ચોરી કરનાર જીવો લોકમાં ગર્હિત થાય છે તે ચોરીનું અવઘદર્શન છે. લોકમાં શીઘ્ર ગ્રહણ થાય તેવી ચો૨ી જેમ અનર્થરૂપ છે તેમ તીર્થંકરઅદત્તાદિમાં પણ સૂક્ષ્મથી ચોરી પ્રાપ્ત થાય છે; કેમ કે જેમ ચોરને પરદ્રવ્ય ગ્રહણ કરવાનો અધ્યવસાય થાય છે તેની જેમ જ સાધુપણામાં તીર્થંકરની આજ્ઞા સ્વીકાર્યા પછી તીર્થંકરે જેનો નિષેધ કર્યો છે તેના ગ્રહણ ક૨વાનો પરિણામ પ્રમાદી સાધુને થાય છે. તીર્થંકરઅદત્ત, જીવઅદત્ત આદિ સર્વ અદત્તો પરલોકના અનર્થને કરનારા છે અને શિષ્યલોકમાં ગર્હિત છે માટે સૂક્ષ્મ પણ અદત્તાદાનના પરિહારના અર્થી સાધુએ સર્વ પ્રકારે શૌચભાવનાથી આત્માને ભાવિત કરીને અદત્તાદાનનો પરિહાર કરવો જોઈએ. શ્રાવક સૂક્ષ્મ અદત્તાદાનનો પરિહાર કરવા સમર્થ નથી તોપણ શક્તિ અનુસાર સ્થૂલ અદત્તાદાનનો પરિહાર કરે છે અને સૂક્ષ્મ અદત્તાદાનના પરિહારને અનુકૂળ શક્તિ સંચય કરે છે. જેઓ તે પ્રકારે યત્ન કરતા નથી તેવા શ્રાવકોને અદત્તાદાનનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. માટે વિવેકપૂર્વક અદત્તાદાનનો પરિહાર ક૨વા યત્ન કરવો જોઈએ; કેમ કે સૂક્ષ્મ પણ અદત્તાદાનનું ગ્રહણ કષાયના વશથી થાય છે અને તે કષાય વૃદ્ધિ પામીને મોટી ચોરીનું જ કારણ છે, જેનાથી પૂર્વમાં કહેલા આલોકનાં અને પરલોકનાં સર્વ અનર્થો પ્રાપ્ત થાય છે. માટે અદત્તાદાનના બીજનો જ નાશ કરવો જોઈએ.
.....
ભાષ્ય :
तथा अब्रह्मचारी विभ्रमोद्भ्रान्तचित्तो विप्रकीर्णेन्द्रियो मदान्धो गज इव निरङ्कुशः शर्म नो