________________
૧૫૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-પ ખણજથી પરિગત પુરુષની જેમ અબ્રહ્મરૂપ વ્યાધિનું પ્રતીકારપણું હોવાથી અસુખ એવા આમાંગ અસુખ એવા અબ્રહ્મરૂપ વ્યાધિમાં, મૂઢને સુખનું અભિમાન છે. તે આ પ્રમાણે – ત્વચ, લોહી, માંસથી અનુગત એવી તીવ્ર ખણજથી યુક્ત એવો જીવ કાષ્ઠ, શકલ પત્થર, લોષ્ટ, શર્કરા, નખ, શક્તિથી વિચ્છિન્ન ગાત્રવાળો રુધિરથી આર્ટ ખણજ કરતો દુઃખને જ સુખ એ પ્રમાણે માને છે, તેની જેમ મૈથુનનો સેવનારો જીવ દુઃખરૂપ એવા મૈથુનને સુખરૂપ માને છે, એથી મૈથુનથી ચુપરમ શ્રેયકારી છે.
અને પરિગ્રહવાળો અપ્રાપ્ત, પ્રાપ્ત અને તેમાં કાંક્ષા, રક્ષણ અને શોકથી ઉદ્દભવ એવા દુઃખને જ=અપ્રાપ્તમાં કાંક્ષાથી, પ્રાપ્તમાં રક્ષણથી અને અષ્ટમાં શોકથી ઉત્પન્ન થયેલા દુઃખને જ, પ્રાપ્ત કરે છે. એથી પરિગ્રહથી ચુપરમ શ્રેય છે. આ રીતે અત્યાર સુધી પાંચે વ્રતોના વૈર્યના માટે બતાવ્યું એ રીતે, ભાવન કરતા વ્રતીનું વ્રતમાં સ્વૈર્ય થાય છે. II૭/પા ભાવાર્થ
હિંસાદિ પાંચે આત્મા માટે દુઃખરૂપ છે, એ પ્રકારે ભાવન કરીને દેશવિરતિધર શ્રાવક કે સર્વવિરતિધર સાધુ પોતાનાં વ્રતોને સ્થિર કરે છે.
કઈ રીતે હિંસાદિ અવ્રતો દુઃખરૂપ છે ? તે ભાવન કરતાં બતાવે છે – (૧) હિંસાઅવ્રતની દુઃખરૂપતા :
જેમ પોતાને શારીરિક પીડા, કષાયનો ઉદ્રક કે પ્રાણના નાશરૂપ દુઃખ અપ્રિય છે અર્થાત્ વિવેકીને પોતાને થતી દેહની પીડા, પોતાનામાં વર્તતી કષાયની આકુળતા કે પ્રાણનાશકાલમાં થતી અત્યંત પીડા અપ્રિય જણાય છે, માટે દુઃખરૂપ ભાસે છે તે રીતે સર્વ જીવોને પોતાની હિંસા અપ્રિય છે. માટે વિવેકીએ કોઈનો પ્રાણનાશ, કોઈને પીડા કે કોઈના કષાયના ઉદ્રકમાં નિમિત્ત થવારૂપ હિંસાથી વિરામ પામવું જોઈએ. આ રીતે હિંસા વિષયક ભાવન કરીને મહાત્મા હિંસાની વિરતિરૂપ પ્રથમ મહાવ્રતમાં દઢ ઉદ્યમવાળા થાય છે. વળી દેશવિરતિધર શ્રાવક પણ આ રીતે હિંસાના સ્વરૂપનું ભાવન કરીને સર્વવિરતિરૂપ પ્રથમ મહાવ્રત પ્રત્યે પક્ષપાતવાળા થાય છે અને સર્વવિરતિની શક્તિ નહીં હોવાને કારણે દેશવિરતિ સ્વીકારી છે તેને અતિશય કરવા અર્થે ઉદ્યમ કરે છે. (૨) અસત્યાવ્રતની દુઃખરૂપતા :
વળી બીજા મહાવ્રત વિશે સાધુ વિચારે છે કે મિથ્યાભ્યાખ્યાન કરનાર પુરુષ વડે ઠગાયેલા એવા મને તીવ્ર દુઃખ થાય છે અને પૂર્વમાં થયેલું, તે પ્રમાણે હું બીજા જીવો મિથ્યા કથન કરીશ તો તે જીવોને પણ તીવ્ર દુઃખ થશે, માટે મારે મિથ્યા કથન કરવું જોઈએ નહીં.
આનાથી એ પ્રાપ્ત થાય કે બીજા જીવોના અહિતનું કારણ હોય તેવું કોઈ વચન સમ્યગુ હોય કે મિથ્યા હોય નિશ્ચયનયથી તે મિથ્યા વચન જ છે. તેથી સાધુ અનાભોગથી પણ કોઈના અહિતનું કારણ બને તેવું