________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૫
ભાષ્ય ઃ
दुःखमेव वा हिंसादिषु भावयेत्, यथा ममाप्रियं दुःखं, एवं सर्वसत्त्वानामिति हिंसाया व्युपरमः श्रेयान् । यथा मम मिथ्याभ्याख्यानेनाभ्याख्यातस्य तीव्रं दुःखं भूतपूर्वं भवति च तथा सर्वसत्त्वानामिति अनृतवचनाद् व्युपरमः श्रेयान् । यथा ममेष्टद्रव्यवियोगे दुःखं भूतपूर्वं भवति च तथा सर्वसत्त्वानामिति स्तेयाद् व्युपरमः श्रेयान् । तथा रागद्वेषात्मकत्वान्मैथुनं दुःखमेव, स्यादेतत् स्पर्शनसुखमिति तच्च न, कुतः ? व्याधिप्रतीकारत्वात् कण्डूपरिगतवच्चाब्रह्मव्याधिप्रतीकारत्वात् असुखे ह्यस्मिन् सुखाभिमानो मूढस्य । तद्यथा तीव्रया त्वक्छोणितमांसानुगतया कण्ड्वा परिगतात्मा काष्ठशकललोष्टशर्करानखशुक्तिभिर्विच्छिन्नगात्रो रुधिरार्द्रः कण्डूयमानो दुःखमेव सुखमिति मन्यते, तद्वन्मैथुनोपसेवीति मैथुनाद् व्युपरमः श्रेयान् । तथा परिग्रहवानप्राप्तप्राप्तनष्टेषु काङ्क्षारक्षणशोकोद्भवं दुःखमेव प्राप्नोतीति परिग्रहाद् व्युपरमः श्रेयानिति । एवं भावयतो व्रतिनो व्रतस्थैर्यं મતિ ।।૭/પ્ર
-
૧૫૧
ભાષ્યાર્થ ઃ
दुःखमेव મવૃત્તિ ।। અથવા હિંસાદિમાં દુઃખનું જ ભાવન કરવું જોઈએ. જે પ્રમાણે મને દુઃખ અપ્રિય છે એ રીતે સર્વ સત્ત્વોને=જીવોતે, દુઃખ અપ્રિય છે, એથી હિંસાનો વિરામ પ્રેયકારી છે.
જે પ્રમાણે મિથ્યા અભ્યાખ્યાનથી અભ્યાખ્યાત એવા મને=મિથ્યા બોલનાર એવા કોઈના વડે ઠગાયેલા એવા મતે, તીવ્ર દુઃખ ભૂતપૂર્વ=પહેલાં થયેલું હતું, અને થાય છે=દુઃખ થાય છે, એથી મૃષાવચનથી વિરતિ શ્રેયકારી છે.
જે પ્રમાણે મતે ઇષ્ટ દ્રવ્યના વિયોગમાં દુ:ખ ભૂતપૂર્વ છે=પહેલા થયેલું છે, અને થાય છે= વર્તમાનમાં થાય છે, તે પ્રમાણે સર્વ જીવોને દુઃખ થાય છે−તેઓના દ્રવ્યના હરણથી દુ:ખ થાય છે. એથી ચોરીથી વ્યુપરમ શ્રેય છે.
અને રાગ-દ્વેષાત્મકપણું હોવાથી મૈથુન દુઃખ જ છે. આ પ્રકારની શંકા થાય=સ્પર્શન સુખ છે એ પ્રકારની શંકા થાય.
‘કૃતિ’ શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે.
અને તે બરાબર નથી=સ્પર્શન સુખ છે તે બરાબર નથી. કેમ ? એથી કહે છે વ્યાધિનું પ્રતીકારપણું છે=ભોગની ઇચ્છારૂપ વ્યાધિનું ભોગની ક્રિયામાં પ્રતીકારપણું છે.
-
અહીં પ્રશ્ન થાય કે વ્યાધિના પ્રતીકા૨કાળમાં પણ વ્યાધિના કાંઈક શમનથી સુખ થાય છે, તેથી મૈથુનમાં સ્પર્શનનું સુખ નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે
-