________________
તન્વાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૪
૧૪૫
જીવો આલોકમાં જ વધ-બંધ-પરિફ્લેશ આદિને પામે છે અને પરલોકમાં અશુભ ગતિને પામે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો ક્રૂર અને ઘાતકી છે તેઓ અન્ય મનુષ્યાદિનો ઘાત કરે તો રાજસેવકો તેમને ગ્રહણ કરીને તેઓનો વધ કરે છે અથવા તેમને કારાગૃહના બંધનમાં રાખવામાં આવે છે, અર્થાત્ તેઓ વધ-બંધના ક્લેશોને પ્રાપ્ત કરે છે. તેથી નક્કી થાય છે કે હિંસા ખરાબ છે. જેવી હિંસા મનુષ્યમાં થાય છે તેવી જ હિંસા એકેન્દ્રિયાદિ જીવોની છે. તે હિંસાનું બીજ રાગાદિથી થતો ભાવપ્રાણોનો નાશ છે. તેથી મનુષ્ય વિષયક થતી હિંસા જેમ આલોકમાં અનર્થનું કારણ બને છે તેમ એકેન્દ્રિય આદિ વિષયક હિંસા પણ અનર્થનું કારણ હોવાથી તે હિંસા પણ નિંદનીય છે અને તે હિંસાના કારણભૂત કષાયોની પરિણતિ પણ નિંદનીય છે.
વળી હિંસાને કારણે પરલોકમાં અશુભ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી એકેન્દ્રિયથી માંડીને પંચેંદ્રિય સુધીની સર્વ હિંસા નિંદનીય છે અને તેના કારણભૂત કષાયની પરિણતિરૂપ ભાવહિંસા અશુભગતિનું કારણ છે, માટે નિંદનીય છે. આ પ્રકારે હિંસાના અપાયનું દર્શન કરીને હિંસાથી વિરામ કરવો જોઈએ.
વળી, આ હિંસા લોકમાં ગતિ છે, તે હિંસાનું અવદ્ય દર્શન છે. તેથી હિંસાનો વિરામ કરવો શ્રેય માટે છે.
અહીં વિશેષ એ છે કે દેશવિરતિધર શ્રાવક કે અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ગૃહસ્થ અવસ્થામાં પૃથ્વીકાયાદિની હિંસા કરે છે તોપણ સંપૂર્ણ હિંસાની નિવૃત્તિરૂપ સાધુધર્મના અત્યંત અભિલાષવાળા છે. તેથી સર્વવિરતિની લાલસાના પરિણામના બળથી તેઓના જીવનમાં જે કોઈ સ્થાવર આદિની હિંસા થાય છે તે વખતે પણ અધ્યવસાયની નિર્મળતાને કારણે હિંસાનું તેવું ફળ પ્રાપ્ત થતું નથી; છતાં હિંસા કરનારા જીવોમાં જે હિંસક ભાવ છે તે હંમેશાં પોતાને ઉગ કરાવનારો હોય છે અને જેઓની હિંસા થાય છે તેઓને પણ ઉદ્વેગ કરાવનારો હોય છે; કેમ કે બીજાની મેં હિંસા કરી છે તેથી જો રાજપુરુષો દ્વારા હું ગ્રહણ થઈશ તો મને વધ-બંધાદિની પ્રાપ્તિ થશે એ પ્રકારના ભયરૂપ ક્લેશ ચિત્તમાં રહે છે, અને જેઓની હિંસા કરે છે તેઓને પણ તેના તરફથી સતત સંત્રાસ ઉત્પન્ન થાય છે અને નિત્ય બીજા સાથે વેરનો અનુબંધ થાય છે. તેથી આ ભવમાં પણ સદા ભય-ઉદ્વેગ આદિ રહે છે અને જન્માંતરમાં પણ વેરના અનુબંધને કારણે અનેક જીવો તરફથી અનર્થો થાય છે તથા અશુભગતિમાં સતત ઉદ્વેગની પ્રાપ્તિ થાય છે.
આ પ્રકારે ભાવન કરીને સાધુ અને શ્રાવક હિંસક ચિત્તનું નિવર્તન કરે તે બતાવવા માટે કહે છે – હિંસાના વિરામ માટે યત્ન કરવો જોઈએ. ભાષ્ય :
तथाऽनृतवादी अश्रद्धेयो भवति, इहैव जिह्वाच्छेदादीन प्रतिलभते, मिथ्याभ्याख्यानदुःखितेभ्यश्च बद्धवैरेभ्यस्तदधिकान् दुःखहेतून् प्राप्नोति, प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति अनृतवचनाद् व्युपरमः श्रेयान् ।