________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૪
ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે હિંસાદિ વિરતિના સ્વૈર્ય માટે પાંચ-પાંચ ભાવનાઓ છે. તેથી હિંસાદિ વિરતિના સ્વૈર્ય માટે અન્ય શું છે ? તે પ્રકારની જિજ્ઞાસામાં કહે છે –
સૂત્રઃ
हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ।।७/४।।
૧૪૪
સૂત્રાર્થ
હિંસાદિ હોતે છતે આલોકમાં અને પરલોકમાં અપાયના અને અવધના દર્શનનું ભાવન કરવું જોઈએ=હિંસાદિ કૃત્યો કરવાથી આલોકમાં અને પરલોકમાં શું શું અપાયો થાય છે ? અને હિંસાદિ કૃત્યો અવધ છે=ગર્ભિત છે, એ પ્રકારના અવલોકનનું ભાવન કરવું જોઈએ. 1ા૭/૪
ભાષ્યઃ
*=
हिंसादिषु पञ्चस्वास्त्रवेषु इहामुत्र चापायदर्शनम् अवद्यदर्शनं च भावयेत् । तद्यथा - हिंसायास्तावत् हिंस्रो हि नित्योद्वेजनीयो नित्यानुबद्धवैरश्च, इहेव वधबन्धपरिक्लेशादीन् प्रतिलभते प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति हिंसाया व्युपरमः श्रेयान् ।
ભાષ્યાર્થ ઃ
हिंसादिषु શ્રેયાન્ ।। હિંસાદિ પાંચ આશ્રવો હોતે છતે આલોકમાં અને પરલોકમાં અપાયોના દર્શનનું અને અવઘના દર્શનનું ભાવન કરવું જોઈએ. તે આ પ્રમાણે – હિંસાથી હિંસા કરનાર વ્યક્તિ નિત્ય પરને ઉદ્વેગ કરનારી અને નિત્ય અનુબદ્ધ વૈરવાળી થાય છે. અહીં જ=આ ભવમાં જ, વધબંધ-પરિક્લેશાદિને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં અશુભગતિને પામે છે અને ગહિત થાય છે, એથી હિંસાથી વ્યુપરમ=વિશ્રાંતિ, શ્રેય માટે છે.
ભાવાર્થ:
હિંસાદિ પાંચની વિરતિના સ્વૈર્ય માટે સાધુએ કે શ્રાવકે હિંસાદિ પાંચ આશ્રવો હોતે છતે આલોકમાં અને પરલોકમાં જે અપાયો થાય છે તેનું ભાવન કરવું જોઈએ.
(૧) હિંસાના અપાયોનું વર્ણન :
કયા પ્રકારના અપાયોનું ભાવન કરવું જોઈએ ? તે બતાવતાં ભાષ્યકારશ્રી પ્રથમ હિંસાના અપાયોને બતાવે છે .
હિંસા કરનાર જીવો જોવામાત્રથી ક્રૂર દેખાય છે તેથી હંમેશાં બીજાને ઉદ્વેગ કરે છે. વળી, તેવી ક્રૂર પ્રકૃતિને કારણે બધા સાથે વૈરનો અનુબંધ પ્રાપ્ત કરે છે. વળી, જે જીવો બીજા જીવોની હિંસા કરે છે તે