________________
૧૪૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩ છે કે અસ્તેયવ્રતના રક્ષણ માટે ગુરુ વડે અનુજ્ઞાપિત જ પાન-ભોજન કરવું જોઈએ, જેના બળથી અસ્તેય વ્રતમાં કોઈ અતિચાર લાગે નહીં.
વળી શ્રાવક પણ સાધુનાં પાંચ મહાવ્રતો પ્રત્યે રાગની વૃદ્ધિ કરવા અર્થે, જેમ સાધુધર્મનું પરિભાવન કરે છે તેમ સાધુના અસ્તેય વ્રતની પાંચ ભાવનાનું પણ પરિભાવન કરે છે, જેથી અસ્તેયવ્રતની પાંચ ભાવનાથી પરિભાવિત સુવિશુદ્ધ અસ્તેયવ્રતના પાલન પ્રત્યેનો બદ્ધરાગ સ્થિર-સ્થિરતર થાય. (૪) બ્રહ્મચર્યમહાવ્રતની પાંચ ભાવનાઓ :
વળી, સાધુ બ્રહ્મચર્યવ્રતને સુસ્થિર કરવા માટે નીચે મુજબ પાંચ ભાવનાથી આત્માને ભાવિત કરે છે : (i) સ્ત્રી-પશુ-નપુંસકસંસક્તશયનઆસનવર્જનભાવના:
સ્ત્રી, પશુ અને નપુંસકથી સંસક્ત એવા શયન-આસનનું સાધુએ વર્જન કરવું જોઈએ. જેથી ઉદયમાન એવો વેદનો ઉદય નિમિત્ત પામીને વિકારોને ઉત્પન્ન કરે નહીં. આ પ્રકારના ભાવનના બળથી વિકારનાં નિમિત્તોથી દૂર રહેવાને અનુકૂળ વિર્યનો સંચય થાય છે. (i) રાગસંયુક્તસ્ત્રીકથાવર્જનભાવના:
વળી રાગસંયુક્ત સ્ત્રીકથાનું સાધુએ વર્જન કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે સતી સ્ત્રીઓનાં ગુણગાન અર્થે સ્ત્રીકથાની વિચારણામાં ગુણની વૃદ્ધિ થતી હોવાથી દોષરૂપ નથી; પરંતુ સ્ત્રી સાથે કોઈ પ્રસંગે કથન=વાતચીત, કરતી વખતે ઈષદુ પણ રાગનો પરિણામ થાય તો બ્રહ્મચર્યવ્રતમાં મલિનતા થાય. તેથી તેના વર્જનની ભાવનાથી ભાવિત થયેલા સાધુ નિમિત્તને પામીને પણ તે પ્રકારનું સંભાષણ કરતા નથી. (i) સ્ત્રીમનોહરક્રિયઅવલોકનવર્જનભાવના :
વળી સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોના અવલોકનનું વર્જન સાધુ કરે છે, જેથી બ્રહ્મચર્યવ્રત સુસ્થિર રહે. જો સાધુ આ પ્રકારની ભાવનાથી ભાવિત ન હોય તો ભિક્ષાદિના ગ્રહણના પ્રસંગે કે વંદનાદિ અર્થે આવેલ સ્ત્રીના દર્શનના પ્રસંગે મનોહર ઇન્દ્રિયના અવલોકનને અનુકૂળ સૂક્ષ્મ પણ વ્યાપાર થાય તો બ્રહ્મચર્યવ્રત મલિન થાય છે. આ પ્રકારે વારંવાર ભાવન કરીને તે પ્રકારના વિકારોથી ચિત્તને દૂર કરીને સાધુ બ્રહ્મચર્ય વ્રતને સ્થિર કરે છે. (iv) પૂર્વરતઅનુસ્મરણવર્જનભાવના :
વળી સંયમ ગ્રહણ કર્યા પૂર્વે જે સ્ત્રીઓ સાથે વિલાસ કરેલ હોય તેને સ્મરણ કરવાથી બ્રહ્મચર્યમાં મલિનતા થાય છે, તેથી સાધુ તે પ્રકારે પૂર્વના પ્રસંગોનું સ્મરણ ન થાય તેમ નિર્મળ ભાવના કરીને બ્રહ્મચર્ય વતને સ્થિર કરે છે. (v) પ્રણીતરસભોજનવર્જનભાવના :
બ્રહ્મચર્યને સ્થિર કરવા અર્થે વિકારના પ્રબળ કારણભૂત ઇન્દ્રિયોને અનુકૂળ રસનું ભોજન તે પ્રણીતરસભોજન