________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩
૧૪૧ છે, તે વસતિમાં પણ પાઠવવા વિશે કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો તેના અર્થે ફરી ફરી એના સ્વામી પાસે યાચના કરે છે, જેથી તેના સ્વામીને તે નિમિત્તે અલ્પ પણ દ્વેષ ન થાય કે ફરી વસતિ ન આપવાનો પરિણામ ન થાય. આ પ્રકારની ભાવના કરીને સાધુ ત્રીજા મહાવ્રતને સ્થિર કરે છે. (i) અવગ્રહઅવધારણભાવના :
સંયમ માટે ઉપકારક હોય તેટલી જ વસતિ સાધુ ગ્રહણ કરે પરંતુ અધિક વસતિ ગ્રહણ કરે નહીં. તેથી વસતિ ગ્રહણ કરતી વખતે તે વસતિના સ્વામીને કહે છે – આટલી જ વસતિ અમને ખપે છે, અધિક નહીં. એ પ્રકારના અવગ્રહના અવધારણનું વારંવાર ભાવન કરીને સાધુ આત્મામાં અસ્તેય વ્રતને સ્થિર કરે છે, જેથી પ્રવૃત્તિકાળમાં તે ભાવનથી ભાવિત થયેલું ચિત્ત હોવાથી તે મર્યાદાનું ઉલ્લંઘન થાય નહીં.
અહીં વિશેષ એ છે કે મમત્વના પરિવાર અર્થે ભગવાને સંયમના પ્રયોજન વગર વસતિ ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે અને સંયમના પ્રયોજનથી ગ્રહણ કરાયેલી વસતિમાં પણ અપ્રમાદથી સંયમપાલન કરનારા સાધુને સંયમમાં ઉપકારક હોય તેટલી જ વસતિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે. તે અનુજ્ઞાનું ઉલ્લંઘન થાય તો તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય. તેથી તીર્થકરઅદત્તના પરિવાર અર્થે સાધુ સંયમમાં ઉપકારક હોય એટલી જ મર્યાદાવાળી વસતિ ગ્રહણ કરે છે, અધિક વસતિ ગ્રહણ કરતા નથી. તેથી સ્વામી અધિક વસતિ આપે અને અધિક વસતિ ગ્રહણ કરવામાં આવે તો સ્વામીઅદત્તની પ્રાપ્તિ થાય નહીં. પરંતુ તીર્થકરઅદત્તની પ્રાપ્તિ અવશ્ય થાય; તેના પરિવાર અર્થે “આટલી જ વસતિ' તે પ્રકારના અવગ્રહના અવધારણની ભાવના સાધુ કરે છે. જેથી તે ભાવનાથી ભાવિત થયેલા સાધુ ત્રીજા મહાવ્રતનું રક્ષણ કરી શકે છે. (iv) સાધર્મિકઅવગ્રહયાચનભાવના:
સાધુ સમાન ધાર્મિકો પાસેથી અવગ્રહનું યાચન કરે છે, જેથી ત્રીજા મહાવ્રતની સુરક્ષા થાય છે.
આશય એ છે કે સંયમની વૃદ્ધિના અર્થે ઉચિત વસતિની પ્રાપ્તિ માલિક પાસેથી થઈ હોય તેવી વસતિ સાધુ ગ્રહણ કરે અને ત્યાં રહીને સંયમની આરાધના કરે તો તીર્થંકર અદત્તની પ્રાપ્તિ થાય નહીં, પરંતુ તે વસતિમાં કોઈ અન્ય સાધુ ઊતરેલા હોય અને તેઓની પાસે અવગ્રહની યાચના ન કરવામાં આવે તો તે વસતિના તેટલા કાળ માટે થયેલા સ્વામી એવા તે સમાન ધાર્મિકને પૂછ્યા વગર ઊતરવાથી અસ્તેયવ્રતમાં મલિનતાની પ્રાપ્તિ થાય છે. તેથી સાધુ હંમેશાં ભાવન કરે છે કે એક ઉપાશ્રયરૂપ એક વસતિ હોય કે એક વિભાગમાં અન્ય ઉપાશ્રયરૂપ કે અન્ય ગૃહરૂપ એક વસતિ હોય તો ત્યાં વર્તતા સાધુના અવગ્રહની યાચનાપૂર્વક મારે ત્યાં રહેવું જોઈએ, જેથી તે વસતિમાં વર્તતા સાધુને ભિક્ષા આદિમાં વિઘ્નોની પ્રાપ્તિ થાય
નહી.
-
(૫) અનુજ્ઞાપિતપનભોજનભાવનાઃ
વળી સાધુ સંયમવૃદ્ધિ અર્થે વિધિપૂર્વક જે ભિક્ષા આદિ લાવે છે તે ગીતાર્થ ગુરુને બતાવીને તેમનાથી અનુજ્ઞા અપાયેલ ભોજન-પાન કરે, તો જ ગુરુઅદત્તની પ્રાપ્તિ થાય નહીં. તેથી સાધુ આત્માને ભાવિત કરે