________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩
૧૩૯ શ્રાવક સાધુધર્મ પ્રત્યે રાગને અતિશયિત કરે છે, તેમ સાધુધર્મના અંગભૂત બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ કરીને શુદ્ધ એવા બીજા મહાવ્રતને પાળવાની શક્તિનો સંચય કરવા અર્થે સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ કરે છે. (i) અનુવીચિભાષણભાવના :
સંયમના પ્રયોજન સિવાય કે યોગ્યજીવોના ઉપકારના પ્રયોજન સિવાય સાધુ કોઈ વસ્તુના આલાપસંલાપ કરવાનો પરિણામ ધારણ કરનારા નથી. તેથી બોલવાને અભિમુખ પરિણામ પણ સાધુને થતો નથી; પરંતુ કોઈ સંયોગ ઉપસ્થિત થાય ત્યારે કોઈ વસ્તુનું કથન કરવાથી સંયમની વૃદ્ધિ થશે કે નહીં, અથવા કોઈને ઉપકાર થશે કે નહીં, તેનો ઉચિત નિર્ણય કરીને બોલે છે; જે અનુવચિભાષણ છે. આ પ્રકારની અનુવાચિભાષણની ભાવનાથી આત્માને ભાવિત કરીને સંવૃત થયેલા પરિણામવાળા મુનિ બીજા મહાવ્રતને સ્થિર કરવાના અંગભૂત ભાષાસમિતિના પરિણામને દઢ કરે છે. (i) ક્રોધપ્રત્યાખ્યાનાભાવના :
ક્રોધ-અરુચિ-મત્સરતા આદિ ક્રોધના જ પર્યાયવાચી શબ્દો છે. સાધુએ ક્રોધનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી સંયમજીવનમાં ક્રોધ-અરુચિ-મત્સરતા આદિ ભાવો ન થાય તે રીતે આત્માને સંવૃત કરવો જોઈએ. આ પ્રમાણે વારંવાર ભાવના કરવાથી ઈષદ્ ક્રોધ નિમિત્તે પણ કે અરુચિ નિમિત્તે પણ વચનપ્રયોગ થાય નહીં. મુનિ હંમેશાં ક્રોધપ્રત્યાખ્યાનરૂપ ભાવનાથી આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી ઈષદ્ પણ અરુચિ આદિ ભાવો થાય નહીં કે જેથી અસત્યવચન અથવા સત્યવચન પણ કષાયને વશ બોલવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, જેથી બીજા મહાવ્રતની ગુપ્તિ અતિશયવાળી થાય છે. (ii) લોભપ્રત્યાખ્યાનાભાવના :- સાધુને લોભનું પ્રત્યાખ્યાન હોય છે તેથી વસ્ત્ર-પાત્ર-વસતિ આદિ કોઈ પ્રત્યે લેશ પણ સંશ્લેષ ન થાય તે રીતે સાધુ સંયમના પ્રયોજનથી તેને ગ્રહણ કરે છે; એટલું જ નહીં પણ દેહની શાતા પ્રત્યે પણ લોભ હોતો નથી; પરંતુ સમભાવનાં કંડકોની વૃદ્ધિમાં જ લોભ પરિણામ સ્થિર થયેલો હોય છે. વારંવાર પોતાને લોભપ્રત્યાખ્યાન છે તેમ ભાવન કરીને સાધુ આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી લોભને વશ વસ્ત્રાદિ ગ્રહણ કરવાના પરિણામથી સત્ય કે અસત્ય બોલવાનો પ્રસંગ પ્રાપ્ત ન થાય. આ રીતે લોભપ્રત્યાખ્યાનના ભાવનના બળથી સાધુ વચનગુપ્તિના પરિણામમાં સ્થિર થાય છે. (iv) અભીરુભાવના :
સાધુ ભગવાનના વચનને પરતંત્ર ચાલનારા હોય છે અને સંસારથી અત્યંત ભય પામેલા હોય છે. આમ છતાં ભગવાનના વચનને પરતંત્ર હોવાથી આલોકના અને પરલોકના સાતે ભયોથી નિર્ભય હોય છે, કેમ કે ભગવાનનું વચન તેઓની સુરક્ષા કરનાર છે તેવો સ્થિર નિર્ણય છે. તેથી સાતે ભયોથી પોતે અભીરુ છે તે પ્રકારની ભાવના કરીને આત્માને એ રીતે સ્થિર કરે છે જેથી સંસારી જીવો આલોક આદિના ભયથી