________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૩
૧૩૭ ત્તિ શબ્દ અસ્તેયવ્રતની પાંચ ભાવનાની પૂર્ણાહુતિ માટે છે. બ્રહાચર્યની=બ્રહ્મચર્યમહાવ્રતની, સ્ત્રી-પશુ-નપુંસકથી સંસક્ત શયન-આસનનું વર્જન, રાગસંયુક્ત સ્ત્રીકથાનું સ્ત્રી સાથે વાતચીતનું, વર્જન, સ્ત્રીની મનોહર ઇન્દ્રિયના આલોકનનું વર્જન, પૂર્વની ક્રીડાના અસ્મરણનું વર્જત, પ્રણીતરસભોજનનું વર્જન.
તિ' શબ્દ બ્રહ્મચર્યની પાંચ ભાવનાની સમાપ્તિ માટે છે. આકિંચનવ્રતની=અપરિગ્રહમહાવ્રતની, પાંચ ઈન્દ્રિયોના મનોજ્ઞ સ્પર્શ, રસ, ગંધ, વાર્ણ અને શબ્દોની પ્રાપ્તિમાં વૃદ્ધિનું વર્જન અને અમનોજ્ઞની અમનોજ્ઞ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દોની, પ્રાપ્તિમાં દ્વેષનું વર્જન.
ત્તિ' શબ્દ આકિંચનવ્રતની પાંચ ભાવનાની સમાપ્તિ માટે છે. ૭/૩ ભાવાર્થ -
વિરતિ દેશથી અને સર્વથી છે. દેશથી વિરતિધર શ્રાવક, સર્વવિરતિનો અત્યંત અર્થી છે. તેથી પ્રતિદિન સર્વવિરતિના સ્વરૂપને સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભાવન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે. સર્વવિરતિના વ્રતવાળા સુસાધુઓ સર્વવિરતિના આચારોનું પાલન કરીને ભાવથી નિગ્રંથભાવના પરિણામરૂપ સર્વવિરતિને ઉલ્લસિત કરે છે. દેશવિરતિધર શ્રાવકો અને સુસાધુઓ પ્રસંગે-પ્રસંગે સર્વવિરતિની પાંચ ભાવનાઓનું ભાવન કરે છે, તેમાં દેશવિરતિધર શ્રાવક પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓનું ભાવન કરીને સર્વવિરતિ પ્રત્યેના સૂક્ષ્મ રાગને સ્થિર કરે છે અને સર્વવિરતિધર સાધુ પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓનું ભાવન કરીને પોતાનામાં વર્તતા પાંચ મહાવ્રતોરૂપ મૂલગુણોને સ્થિર કરે છે, જેથી ગુણસ્થાનકથી પાત ન થાય અને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ સદા ઉદ્યમ થાય. (૧) અહિંસામહાવ્રતની પાંચ ભાવનાઓ:
સાધુ પહેલા અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ નીચે જણાવ્યા અનુસાર કરે છે : (i) ઈર્ચાસમિતિભાવના :
ઈર્યાસમિતિનું સ્વરૂપ વારંવાર સૂક્ષ્મબુદ્ધિથી વિચારે છે કે જે મહાત્મા ષટ્કાયના પાલનના અત્યંત પરિણામવાળા છે તેઓ અત્યંત ઉપયોગપૂર્વક ગમન કરવારૂપ ઈર્યાસમિતિના પાલનના બળથી દયાળુ ચિત્તની વૃદ્ધિ કરીને સર્વ જીવો પ્રત્યે સમભાવના પરિણામની જ વૃદ્ધિ કરે છે. તેથી મારે પણ સંયમની વૃદ્ધિ અર્થે કોઈપણ ચેષ્ટા કરવાનું પ્રયોજન જણાય ત્યારે જીવરક્ષાને અનુકૂળ દયાળુ પરિણામપૂર્વક ઈર્યાસમિતિમાં ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રકારની ભાવનાથી અહિંસાવ્રતમાં ધૈર્ય પ્રાપ્ત થાય છે. (i) મનોગુપ્તિભાવના :
સાધુએ પોતાના ભાવપ્રાણના રક્ષણાર્થે સતત મનને ભગવાનના વચનના નિયંત્રણથી પ્રવર્તાવવું જોઈએ,