________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧, ૨
વિરતિના એકાર્થવાચી બતાવે છે
અકરણ, નિવૃત્તિ, ઉપરમ, વિરતિ એ અનર્થાતર છે=એકાર્થવાચી શબ્દો છે. II૭/૧
-
ભાવાર્થ:
હિંસાદિ પાંચે પાપસ્થાનકોનો કાયા, વાણી અને મનથી વિરામ એ વ્રત છે.
તેથી એ પ્રાપ્ત થાય કે માત્ર કાયાથી હિંસાનો ત્યાગ કે માત્ર વાણીથી મૃષાનો ત્યાગ તે વ્રત નથી, પરંતુ ત્રણેય યોગથી આગળમાં બતાવાશે તેવા સ્વરૂપવાળા હિંસાદિનો ત્યાગ તે વિરતિ છે.
તે વિરતિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ ક૨વા અર્થે કહે છે
હિંસાદિ પાંચેયના સ્વરૂપને જાણીને આ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે તે પ્રમાણે સ્વીકારીને ત્રણે યોગોથી તે પાપોનું અકરણ એ વ્રત છે.
પાપોનું અક૨ણ શું ચીજ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે તેના પર્યાયવાચી શબ્દો કહે છે
-
૧૩૫
-
પાપોનું અકરણ તે પાપોની નિવૃત્તિરૂપ છે, પાપોના ઉપ૨મરૂપ છે અને પાપોની વિરતિરૂપ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે મન-વચન-કાયાના યોગથી કઈ રીતે પાપની વિરતિ થઈ શકે છે ? તેનો યથાર્થ બોધ કરીને તે પ્રમાણે રુચિ કરીને તે પ્રમાણે મન-વચન-કાયાને દૃઢ રીતે પ્રવર્તાવવાથી જે અસમભાવના પરિણામથી પૂર્વમાં પાપો થતાં હતાં તે અસમભાવથી વિરુદ્ધ સર્વત્ર સમભાવનો પરિણામ થવાને કારણે જે પાપની વિરતિ થાય છે, તે વ્રત છે. Il૭/૧]]
સૂત્ર :
देशसर्वतोऽणुमहती ।।७/२।।
સૂત્રાર્થ :
દેશ અને સર્વથી અણુ અને મહાન વિરતિ છે. II૭/૨
.....
ભાષ્ય :
एभ्यो हिंसादिभ्य एकदेशविरतिरणुव्रतं, सर्वतो विरतिर्महाव्रतमिति । ।७/२॥
ભાષ્યાર્થ :
एभ्यो વિરતિર્મહાવ્રતમિતિ +1 આ હિંસાદિથી દેશથી વિરતિ અણુવ્રત છે, સર્વથી વિરતિ મહાવ્રત
છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૭/૨
ભાવાર્થ:
હિંસાદિ પાંચ પાપસ્થાનકોનું સ્વરૂપ આગળમાં ગ્રંથકારશ્રી બતાવશે તે પાપસ્થાનકોની વિરતિ