________________
૧૧૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૧૯, ૨૦ આયુષ્યનું આશ્રવ છે, અને યથોક્ત આશ્રવો છે=સૂત્ર-૧૬-૧૭-૧૮માં કહ્યું તે ત્રણે તે તે આયુષ્યના આશ્રવો છે. I૬/૧૯]
ભાવાર્થ:
નરકઆયુષ્યનું જેમ બહુઆરંભપણું-બહુપરિગ્રહપણું આશ્રવ છે તેમ શીલ અને વ્રતનો સર્વથા અભાવ પણ નરકઆયુષ્યનો આશ્રવ છે. વળી તિર્યંચ યોનિનો જેમ માયા આશ્રવ છે તેમ શીલ અને વ્રતનો સર્વથા અભાવ પણ તિર્યંચ યોનિના આયુષ્યનો આશ્રવ છે. વળી, અલ્પઆરંભ-અલ્પપરિગ્રહપણું, સ્વભાવમાર્દવ, સ્વભાવઆર્જવ જેમ મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે તેમ નિઃશીલપણું અને નિવ્રુતપણું પણ મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓ શીલ અને વ્રતમાં લેશ પણ યત્ન કરતા નથી તેઓના શીલ અને વ્રતના અભાવમાં જેટલી ક્લિષ્ટતા થાય તેના પ્રમાણે આયુષ્યનો ભેદ પ્રાપ્ત થાય છે. તેથી જેઓ શીલ વગરના અને વ્રત વગરના અતિ ક્લિષ્ટ પરિણામવાળા હોય તે નરકઆયુષ્ય બાંધે છે, જેઓ શીલ અને વ્રત વગરના હોવા છતાં શીલ-વ્રતના અભાવમાં અતિક્લિષ્ટતાવાળા ન હોય પરંતુ મધ્યમ ક્લિષ્ટતાવાળા હોય તો તિર્યંચયોનિનું આયુષ્ય બાંધે છે. વળી જેઓ શીલ અને વ્રતના અભાવવાળા છે છતાં અલ્પ ક્લેશવાળા છે. તેઓને શીલ અને વ્રતનો અભાવ મનુષ્યઆયુષ્યનું કારણ બને છે. II૬/૧૯૫
ભાષ્ય :
अथ दैवस्यायुषः क आस्रव इति ? । अत्रोच्यते
ભાષ્યાર્ચઃ
હવે દેવઆયુષ્યનો શું આશ્રવ છે ? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે સૂત્રઃ
સૂત્રાર્થ
--
सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि दैवस्य ||६ / २० ॥
સરાગસંયમ, સંયમાસંયમ, અકામનિર્જરા અને બાલતપ દેવના આશ્રવો છે. II૬/૨૦ના
ભાષ્ય :
संयमो विरतिर्व्रतमित्यनर्थान्तरम्, 'हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम्' (अ० ७, सू० १) इति वक्ष्यते । संयमासंयमो देशविरतिरणुव्रतमित्यनर्थान्तरम्, 'देशसर्वतोऽणुमहती' (अ० ७, सू० २) इत्यपि वक्ष्यते । अकामनिर्जरा पराधीनतयाऽनुरोधाच्चाकुशलनिवृत्तिराहारादिनिरोधश्च, बालतपः,