________________
૧૨૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૩
ભાષ્યાર્થ :
परमप्रकृष्टा મવન્તીતિ ।। પરમ પ્રકૃષ્ટ એવી દર્શનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલ-વ્રતોમાં આત્યન્તિક અને અતિશય અપ્રમાદરૂપ અતિચાર, અભીક્ષ્ણ જ્ઞાનનો ઉપયોગ અને અભીક્ષ્ણ સંવેગ, યથાશક્તિથી ત્યાગ અને તપ, સંઘની અને સાધુની સમાધિને અનુકૂળ વૈયાવચ્ચકરણ, અરિહંતમાં, આચાર્યમાં, બહુશ્રુતમાં અને પ્રવચનમાં પરમભાવની વિશુદ્ધિયુક્ત ભક્તિ, સામાયિક આદિ આવશ્યકોના ભાવથી સેવનની અપરિહાણિ, માનને હણીને સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગના કરણ-ઉપદેશ દ્વારા પ્રભાવના=અભિમાન કર્યા વગર સમ્યગ્દર્શન આદિના સેવન અને સમ્યગ્દર્શન આદિના ઉપદેશ દ્વારા મોક્ષમાર્ગની પ્રભાવતા, અરિહંતશાસનના અનુષ્ઠાનને કરનારા શ્રુતધરો, બાલ, વૃદ્ધ, તપસ્વી, શૈક્ષક, ગ્લાન આદિનું સંગ્રહકારીપણું, ઉપગ્રહકારીપણું, અને અનુગ્રહકારીપણું એ રૂપ
પ્રવચનવાત્સલ્ય.
...........
‘કૃતિ’ શબ્દ તીર્થંકરનામકર્મના આશ્રવોની સમાપ્તિ અર્થે છે.
આ સમસ્ત ગુણો અથવા વ્યસ્ત ગુણો=તેમાંથી કોઈક એક આદિ ગુણો, તીર્થંકરનામકર્મના આશ્રવો થાય છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૬/૨૩।।
ભાવાર્થ:
તીર્થંકરનામકર્મનો બંધ ચોક્કસ અને પ્રતિનિયત અધ્યવસાયથી થાય છે. તેથી જે જીવોને તત્ત્વ પ્રત્યે પ્રકર્ષયુક્ત રાગ છે તે રાગ તીર્થંકરનામકર્મના બંધનું કારણ છે અને તીર્થંકર તુલ્ય ઉત્તમ ગુણસંપત્તિનાં આવા૨ક કર્મોને શિથિલ ક૨વાનું કારણ છે. જે કોઈ જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે, તે સર્વ પ્રત્યે એક જ અધ્યવસાય કારણ છે. જે કોઈ તીર્થંકરનામકર્મ નિકાચિત કરે છે તેના પ્રત્યે તે નિકાચિતકરણને અનુકૂળ એક જ અધ્યવસાય કારણ છે. આ અધ્યવસાયની નિષ્પત્તિમાં બાહ્ય અંગરૂપે પ્રસ્તુત સૂત્રમાં બતાવેલાં ભિન્નભિન્ન કારણો છે, તેથી કોઈ મહાત્મા આ સર્વે કારણો સેવતા હોય, જેનાથી તેવા પ્રકારના અધ્યવસાય પ્રગટે તો તીર્થંક૨નામકર્મનો બંધ થાય છે. અને તે અધ્યવસાયનો જ વિશેષ પ્રકારનો પ્રકર્ષ થાય તો તીર્થંકરનામકર્મ નિકાચિત થાય છે. વળી કોઈ મહાત્મા આ સર્વકારણોમાંથી કોઈક એક આદિ કારણનું સેવન કરતા હોય અને તેના બળથી તીર્થંકરનામકર્મના બંધને અનુકૂળ અધ્યવસાય થાય તો તે અધ્યવસાયથી તીર્થંકરનામકર્મ બાંધે છે અને નિકાચનાકરણને અનુકૂળ અધ્યવસાય થાય તો નિકાચના પણ કરે છે.
૧. પરમ પ્રકૃષ્ટ દર્શનવિશુદ્ધિ
-
આત્માના પારમાર્થિક સ્વરૂપને યથાર્થ દેખાડે, સંસારના વાસ્તવિક સ્વરૂપને યથાર્થ દેખાડે અને સંસારથી નિસ્તા૨ના ઉપાયને યથાર્થ દેખાડે તે દર્શનવિશુદ્ધિ છે. અત્યંત સૂક્ષ્મ ઉપયોગપૂર્વક તત્ત્વનું અવલોકન કરતા હોય તેનાથી આ દર્શનવિશુદ્ધિ પ્રગટે છે. જેમ શ્રેણિક મહારાજા ભગવાનની ભક્તિ કરતી વખતે ભગવાનના