________________
૧૩
તત્વાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૨, ૨૩. વિષયમાં યથા-તથા અભિપ્રાય બાંધતું નથી, પરંતુ સરળ ભાવથી વિચારણા કરે છે તેઓને કાય-વાગુમનના યોગો અવક્રપણે પ્રવર્તે છે, જે શુભ નામકર્મના આશ્રવો છે.
વળી, પોતે જે પ્રકારની પ્રતિજ્ઞા કરી હોય અને પ્રતિજ્ઞાન વિષયનો પોતાને જે પ્રમાણે બોધ હોય તે પ્રમાણે જ તેનું પાલન કરે છે તે અવિસંવાદન છે, જે શુભ નામકર્મનો આશ્રવ છે. વરસા ભાષ્ય :
किञ्चान्यत् - ભાષ્યાર્થ:
વળી, નામકર્મના શુભ-અશુભ વિભાગનું કથન કર્યા પછી શુભ નામકર્મની અંતર્ગત જ તીર્થંકરનામકર્મ છે તેને વિશેષથી કહેવા અર્થે “અન્ય શું છે?” તેમ કહીને તેનું સ્વરૂપ બતાવે છે – સૂત્ર
दर्शनविशुद्धिविनयसंपन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सङ्घसाधुसमाधिवैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्मार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ।।६/२३।। સૂત્રાર્થ :
દર્શનની વિશુદ્ધિ, વિનયની સંપન્નતા, શીલ-વ્રતમાં અનતિચાર, અભીષ્ણ જ્ઞાનનો ઉપયોગ અને અભીણ સંવેગ, શક્તિથી ત્યાગ અને તપ, સંઘની અને સાધુની સમાધિને અનુકૂળ વૈયાવચ્ચ, અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચનમાં ભક્તિ, આવશ્યકની અપરિહાણિ, માર્ગખંભાવના અને પ્રવચનવાત્સલ્ય એ તીર્થંકરનામકર્મના આશ્રવ છે. II૬/ર૩|| ભાષ્ય :
परमप्रकृष्टा दर्शनविशुद्धिः, विनयसम्पन्नता च, शीलव्रतेष्वात्यन्तिको भृशमप्रमादोऽनतिचारः, अभीक्ष्णं ज्ञानोपयोगः संवेगश्च, यथाशक्तिस्त्यागस्तपश्च, सङ्घस्य साधूनां च समाधिवैयावृत्त्यकरणम्, अर्हत्स्वाचार्येषु बहुश्रुतेषु प्रवचने च परमभावविशुद्धियुक्ता भक्तिः, सामायिकादीनामावश्यकानां भावतोऽनुष्ठानस्यापरिहाणिः, सम्यग्दर्शनादेर्मोक्षमार्गस्य निहत्य मानं करणोपदेशाभ्यां प्रभावना, अर्हच्छासनानुष्ठायिनां श्रुतधराणां बालवृद्धतपस्विशैक्षकग्लानादीनां च सङ्ग्रहोपग्रहानुग्रहकारित्वं प्रवचनवत्सलत्वमिति । एते गुणाः समस्ता व्यस्ता वा तीर्थकरनाम्न आस्रवा भवन्तीति T૬/૨રૂા.