________________
૧૩૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૨૬ ત્તિ' શબ્દ અંતરાયના આશ્રવની સમાપ્તિ માટે છે. આઠ પ્રકારના સાંપરાયિકના=સાંપાયિક કર્મબંધના, આ પૃથ-પૃથન્ આશ્રવવિશેષ છે. ત્તિ' શબ્દ આઠેય આશ્રવવિશેષોની સમાપ્તિ માટે છે. iis/૨કાઆ પ્રમાણે અરિહંતના પ્રવચનસંગ્રહરૂપ તત્વાર્થાધિગમસૂત્રમાં ભાગથી છો અધ્યાય સમાપ્ત થયો. || - ભાવાર્થ -
કોઈ જીવ કોઈકને દાન કરતી વખતે અંતરાય કરે તો દાનાંતરાયના આશ્રવની પ્રાપ્તિ થાય. જેમ કોઈ વ્યક્તિ ધર્મઅનુષ્ઠાનમાં વિવેકપૂર્વક દાનની પ્રવૃત્તિ કરતી હોય, તેમાં લોભને વશ કે અન્ય કોઈ કારણે અંતરાય કરવામાં આવે તો દાનાંતરાયકર્મના બંધની પ્રાપ્તિ થાય; પરંતુ કોઈ વ્યક્તિ અવિવેકમૂલક દાનની પ્રવૃત્તિ કરતી હોય તે વખતે તેના અવિવેકના નિષેધ અર્થે તે દાનની નિંદા કરવામાં આવે ત્યારે દાનાંતરાય કર્મની પ્રાપ્તિ નથી. દા. ત. સાવદ્યાચાર્યે અવિધિથી કરવામાં આવતી જિનાલય નિર્માણની પ્રવૃત્તિને સાવદ્ય કહી, તેનાથી જિનાલય નિર્માણની પ્રવૃત્તિમાં જે અંતરાયની પ્રાપ્તિ થઈ; પરંતુ તે નિષેધથી સન્માર્ગનું સ્થાપન થતું હોવાથી સાવઘાચાર્યને દાનાંતરાય કર્મના બંધની પ્રાપ્તિ થઈ નહીં.
વળી કોઈને કોઈની પાસેથી કોઈક વસ્તુનો લાભ થતો હોય, તેમાં અંતરાય કરવામાં આવે તો લાભાંતરાય કર્મનો બંધ થાય.
વળી કોઈને ભોગની પ્રવૃત્તિમાં અંતરાય કરવામાં આવે ત્યારે ભોગાંતરાયકર્મની અને ઉપભોગની પ્રવૃત્તિમાં અંતરાય કરવામાં આવે તો ઉપભોગાંતરાયકર્મની પ્રાપ્તિ થાય છે. આમ છતાં કોઈ રોગી અપથ્યનું સેવન કરતો હોય તે વખતે તેના હિત અર્થે અપથ્યનું નિવારણ કરવામાં આવે ત્યારે તેના હિતની બુદ્ધિ હોવાથી ભોગાંતરાયકર્મનો કે ઉપભોગાંતરાય કર્મનો બંધ થતો નથી.
વળી કોઈ વ્યક્તિ ઉચિત પ્રવૃત્તિમાં સર્વીર્ય પ્રવર્તાવતી હોય તેમાં વિઘ્ન કરવામાં આવે તો વીર્યંતરાયના આશ્રવની પ્રાપ્તિ છે. ફક્ત ધર્મઅનુષ્ઠાનની અવિવેકપૂર્વકની પ્રવૃત્તિમાં અવિવેકના નિષેધાર્થે તેનો નિષેધ કરવાથી તે પ્રવૃત્તિમાં અંતરાય થાય તોપણ વિર્યાતરાયકર્મના બંધની પ્રાપ્તિ નથી. આથી જ સાવદ્યાચાર્યે અવિધિપૂર્વક કરવામાં આવતી જિનાલય નિર્માણની પ્રવૃત્તિને સાવદ્ય કહી, તેનાથી જિનાલય નિર્માણની પ્રવૃત્તિમાં જે વીર્યનું સ્કુરણ થવાનું હતું તેમાં અંતરાયની પ્રાપ્તિ થઈ, છતાં તે નિષેધથી સન્માર્ગનું સ્થાપન થતું હોવાથી સાવઘાચાર્યને વીર્યતરાયકર્મના બંધની પ્રાપ્તિ થઈ નહીં.
વળી, આઠ પ્રકારના કર્મબંધના કારણભૂત એવા સાંપરાયિક આશ્રવનાં ૧૧થી ૨૦ સુધી સૂત્રો બતાવ્યાં તે પૃથફ-પૃથફ આશ્રવવિશેષો છે. તેથી એ પ્રાપ્ત થાય કે સામાન્યથી સાંપરાયિક આશ્રવવાળા જીવો જ્ઞાનાવરણીય આદિ ૭ કર્મ કે ૮ કર્મ બાંધતા હોય છે, છતાં તેમાં તે તે અધ્યવસાયવિશેષો જ્ઞાનાવરણીય