________________
૧૩૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૫, ૨૬ ભાવાર્થ
ગુણસંપન્ન પુરુષ પ્રત્યે નમ્રભાવ અને પોતાના ગુણોની પ્રશંસા કોઈ કરે તેને સાંભળીને પ્રીતિ થવારૂપ ઉત્સુક ન થાય; પરંતુ વિચારે કે આ મારી પ્રશંસા નથી, ગુણોની છે; તેથી ગુણ જ પૂજ્ય છે, તે ઉચ્ચગોત્ર બંધનું કારણ છે. જેઓ હંમેશાં તીર્થકરો, પૂર્વધરો આદિ પ્રત્યે નમ્રભાવવાળા છે અને તેઓના ગુણોથી આત્મા વાસિત કરવા યત્ન કરે છે, તેઓને તે ગુણો પ્રત્યેનો નમ્રભાવ જ ઉચ્ચગોત્ર બંધનું કારણ બને છે.
બીજાના દ્વારા પોતાની પ્રશંસા સાંભળતી વખતે જેઓ સંવરભાવથી વાસિત નથી તેઓને તે પ્રશંસાના શ્રવણમાં રતિ થાય છે તેનાથી નીચગોત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે તેનાથી વિપરીત જેઓએ પોતાની પ્રશંસાના શ્રવણમાં ઉત્સુક ન થાય તેવો પરિણામ સ્થિર કર્યો છે તેવા અનુસૅકવાળા જીવોને ઉચ્ચ ગોત્રનો આશ્રવ થાય છે.
વળી, પોતાના દોષોની નિંદા અને પરના વાસ્તવિક ગુણોની પ્રશંસા જેઓ કરે છે તેઓને ઉચ્ચગોત્રનો આશ્રવ પ્રાપ્ત થાય છે. ઉપયોગપૂર્વક દુષ્કતગર્તા કરનારને અને ઉપયોગપૂર્વક સુકૃતઅનુમોદના કરનારને ઉચ્ચગોત્રનો બંધ પ્રાપ્ત થાય છે.
વળી, પોતાના અસદ્ભૂત ગુણો કોઈનાથી ઉદ્દભાવન થયા હોય તેના છાદન માટે જે યત્ન કરે છે તેઓને પોતાની અસત્ પ્રશંસા ગમતી નથી તેથી ઉચ્ચગોત્ર બંધ થાય છે.
વળી કોઈના સદ્ ગુણ આચ્છાદિત હોય તે જોઈને તે ગુણ પ્રત્યેના બહુમાનને કારણે યોગ્ય જીવન સદ્ ગુણને પ્રકાશન કરવાનો પરિણામ થાય છે તે ઉચ્ચગોત્રબંધનું કારણ છે. II/પા. સૂત્ર :
विघ्नकरणमन्तरायस्य ।।६/२६।। સૂત્રાર્થ -
વિદ્ધનું કરવું અંતરાયનો આશ્રવ છે. II/રકા ભાષ્ય :
दानादीनां विघ्नकरणमन्तरायस्यास्रवो भवतीति, एते साम्परायिकस्याष्टविधस्य पृथक् पृथगास्रवविशेषा भवन्तीति ।।६/२६ ।।
इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे भाष्यतः षष्ठोऽध्यायः समाप्तः ।। ભાષ્યાર્થ:
તનાવીનાં ... ભવન્તરિ | દાનાદિના વિધ્ધનું કરણ અંતરાયનો=દાનાંતરાય આદિ અંતરાયોનો, આશ્રવ છે.