________________
૧૨૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૨૩, ૨૪ તેઓનો આહાર આદિથી ઉપગ્રહ કરે, અને તેઓને નવું નવું શ્રત પ્રદાન કરીને અનુગ્રહ કરે. જેથી તેવા યોગ્ય જીવોને ભગવાનનું વચન વિશેષ-વિશેષરૂપે પરિણમન પામે, આ પ્રકારે યોગ્ય જીવોમાં ભગવાનના વચનની પરિણતિ અતિશયિત કરવાના સંશુદ્ધ આશયથી પ્રવચનવત્સલપણું તીર્થકર નામકર્મના આશ્રવનું કારણ બને છે.
ઉપરમાં વર્ણન કરાયેલા સર્વ ગુણો કોઈ મહાત્મા સેવતા હોય તેનાથી જેમ તીર્થકર નામકર્મનો બંધ થાય છે તો વળી કોઈ મહાત્મા તે સર્વ ગુણોમાંથી કોઈ એક ગુણ કે બે ગુણ આદિ સેવતા હોય તો તે તીર્થકર નામકર્મના બંધનું કારણ બને છે. તેથી આ બાહ્ય આચરણારૂપ સર્વ ગુણો સમુદિત થઈને કોઈ જીવને તે પ્રકારના તીર્થંકરનામકર્મને અનુકૂળ અધ્યવસાયનું કારણ બને છે તો કોઈકને તે સર્વમાંથી એકની આચરણા પણ તે પ્રકારના તીર્થકર નામકર્મના આશ્રવનું કારણ બને છે. IIકરવા સૂત્રઃ
___परात्मनिन्दाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य ।।६/२४।। સૂત્રાર્થ :
પરની નિંદા અને આત્માની પ્રશંસા, સદ્ ગુણનું આચ્છાદન અને અસદ્ ગુણનું ઉભાવન નીચગોત્રનો આશ્રવ છે. II/II. ભાષ્ય :
परनिन्दा आत्मप्रशंसा सद्गुणाच्छादनमसद्गुणोद्भावनं चात्मपरोभयस्थं नीचैर्गोत्रस्यास्त्रवा भवन्ति T૬/૨૪ ભાષાર્થ –
પનિના.. મત્તિ પરની નિંદા અને આત્માની પ્રશંસા નીચગોત્રનો આશ્રવ છે. અને આત્મપર-ઉભયસ્થ સદ્ ગુણનું છાદન અને અસદ્ ગુણનું ઉદ્ભાવન=પોતાના અસદ્ ગુણોનું ઉદ્દભાવન, પરના સદ્ ગુણોનું છાદન અને ઉભય પોતાના અસદ્ ગુણોનું ઉદ્દભાવન અને પરના સદ્ ગુણોનું છાદન, નીચગોત્રનો આશ્રવ છે. I૬/૨૪ ભાવાર્થ -
પોતાનામાં વિદ્યમાન સદ્ ગુણોનું પણ લોકોને જ્ઞાન થશે તો લોકો તેની પ્રશંસા કરીને ધર્મ પામશે, તે પ્રકારે પોતાના માનકષાયથી પ્રેરિત મતિ કોઈ જીવને થાય છે. તેથી પોતાનામાં જે ગુણો વિદ્યમાન હોય તે ગુણોની પ્રશંસા કરીને તે તે ગુણોનો મદ કરે છે તે નીચગોત્રબંધનું કારણ છે. જેમ વીર ભગવાનને મરીચિના ભવમાં થયું કે “મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પણ તીર્થંકર, ચક્રવર્તી તથા પ્રથમ વાસુદેવ થઈશ, માટે મારું કુળ ઉત્તમ છે”. આ પ્રકારની પરિણતિની અભિવ્યક્તિરૂપે