________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૩
૧૨૭ જ થઈ શકે. જેથી શારીરિક રીતે પોતે નંદનવનમાં જવાને શક્તિમાન ન હોવા છતાં મન દ્વારા પોતે નંદનવનમાં ગયા હોય અને ત્યાંથી નંદનવનનાં પુષ્પોને લાવ્યો હોય તે રીતે અત્યંત ભક્તિપૂર્વક ભગવાનના ગુણોમાં તન્મયતા આવે તે રીતે પરમાત્માની પુષ્પપૂજા કરે છે. પરમભાવની વિશુદ્ધિથી યુક્ત તે ભક્તિ તેવા પ્રકારના પ્રકર્ષવાળી થાય તો તીર્થંકરનામકર્મનો આશ્રવ બને છે.
વળી કોઈ સાધુને અરિહંત પ્રત્યે અત્યંત ભક્તિ વર્તતી હોય અને સતત તેઓના ગુણોનું સ્મરણ થાય તે પ્રકારના પરમભાવની વિશુદ્ધિથી યુક્ત ચૈત્યવંદન આદિ ક્રિયા કરે તો તેના બળથી પણ તે મહાત્માને તીર્થકર નામકર્મના આશ્રવની પ્રાપ્તિ થાય છે.
વળી, આચાર્ય ભગવંતો ૩૦ ગુણોથી યુક્ત હોય છે. તેવા ગુણોથી યુક્ત ભાવાચાર્યને જોઈને જેઓના ચિત્તમાં તે ભાવાચાર્યના ગુણો પ્રત્યેનો બહુમાનભાવ પ્રકૃષ્ટ ભાવની વિશુદ્ધિથી યુક્ત બને, જેથી તેઓની
સ્વશક્તિ અનુસાર ભક્તિ કરે, તો એ ભક્તિના કાળમાં તેઓ પ્રતિ વધતો જતો બહુમાનનો પરિણામ તીર્થંકરનામકર્મનો આશ્રવ બને છે; કેમ કે ભાવાચાર્ય તીર્થકર સમાન છે અને તીર્થંકરના અભાવકાળમાં તીર્થંકરનું કાર્ય ભાવાચાર્ય જ કરે છે. તેથી તેઓની ભક્તિ તીર્થકર તુલ્ય થવાનું કારણ બને છે.
વળી, ભગવાનના વચનના સૂક્ષ્મ રહસ્યને જાણનારા બહુશ્રુતો પ્રત્યે જેમને ભક્તિ છે તેઓને પરમાર્થથી ભગવાનનાં વચનોમાં જ ભક્તિ છે. આવા બહુશ્રુતો પ્રત્યેની પરમવિશુદ્ધ ભાવથી ભક્તિ તીર્થંકરનામકર્મના આશ્રવનું કારણ છે. આ વળી પ્રવચન એ પ્રકૃષ્ટ વચન છે. અને એ તીર્થંકરનું જ વચન છે. અને તીર્થકરનું વચન સંસારસમુદ્રમાં જીવને રક્ષણ કરનાર છે. તે પ્રકારે સ્થિર બુદ્ધિ થવાને કારણે જેઓને ભગવાનના વચનમાં પ્રકૃષ્ટ ભાવથી વિશુદ્ધ એવી ભક્તિ છે, તેઓ પણ તે પરિણામને કારણે તીર્થંકર નામકર્મનો આશ્રવ પ્રાપ્ત કરે છે. ૯. આવશ્યકની અપરિહાણિ:
સામાયિક આદિ આવશ્યકોના અનુષ્ઠાનની ભાવથી અપરિહાણિ તીર્થંકર નામકર્મના બંધનું કારણ છે. જે શ્રાવકો કે સાધુઓ સામાયિક આદિ છે આવશ્યકોના પરમાર્થને જાણનારા છે, આથી જે ગુણોથી અને જે ભાવોથી તે સામાયિકાદિ આવશ્યક ભગવાને કહેલું છે તે ગુણો અને તે ભાવપૂર્વક સામાયિકાદિ અનુષ્ઠાન કરવા માટે અંતરંગ મહાપરાક્રમરૂપ ભાવથી પ્રયત્ન કરતા હોય; ક્વચિત્ શારીરિક શક્તિના અભાવના કારણે બાહ્ય પ્રવૃત્તિમાં ન્યૂનતા હોય, તોપણ સામાયિકાદિ આવશ્યકો પ્રત્યે તે ગુણોથી અને તે ભાવોથી અંતરંગ અત્યંત બહુમાન વર્તતું હોય, જેથી તે અનુષ્ઠાન દઢ પરિણામપૂર્વક થતું હોય તો તીર્થંકર નામકર્મના આશ્રવનું કારણ બને છે.
અહીં, સામાયિકાદિ આવશ્યકો જે ભાવોથી કરવા માટે શાસ્ત્રમાં વિહિત છે તે ભાવોનો જેને બોધ છે તે જીવ તે ભાવોથી સામાયિક આદિ આવશ્યકો કરી શકે છે. આ સામાયિકાદિ આવશ્યકોથી જે ઉપશમભાવના પરિણામરૂપ ફળો કે અન્ય જે ફળ પ્રાપ્ત થાય છે તેનો જેને બોધ છે, તે જીવને સામાયિક