________________
૧૫
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૩ પારમાર્થિક સ્વરૂપને યથાર્થ જોવામાં અત્યંત ઉપયુક્ત હતા, તેનાથી તેઓશ્રીની દર્શનવિશુદ્ધિ પરમ પ્રકૃષ્ટ થવાથી શ્રેણિક મહારાજાને તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ થઈ. ૨. વિનયસંપન્નતા -
કર્મનું જેનાથી વિનયન થાય તેવો આત્માનો પરિણામ તે વિનય છે. કર્મના વિનયનનો ઉપાય ગુણવાન જીવો પ્રત્યે વૃદ્ધિ પામતો બહુમાનનો પરિણામ છે. તેથી જે મહાત્માનું ચિત્ત સદા ગુણવાન પ્રત્યે અને ગુણપ્રાપ્તિના ઉપાય પ્રત્યે અત્યંત બહુમાનના પરિણામવાળું છે, તેઓમાં વિનયસંપન્નતા છે. આ વિનયસંપન્નતા જ તીર્થંકર નામકર્મના બંધને અનુકૂળ અધ્યવસાયનું કારણ બને તે પ્રકારે ગુણવાન પ્રત્યે બહુમાનભાવવાળો પરિણામ થાય તો તીર્થંકર નામકર્મના બંધનું કારણ બને છે. ૩. શીલ-વ્રતમાં અનતિચાર :
શીલ-વ્રતોમાં આત્યંતિક અતિશય અપ્રમાદરૂપ અનતિચાર તીર્થંકર નામકર્મનું કારણ છે. આશય એ છે કે શીલ અને વ્રતમાં સર્વાશથી પ્રયત્ન થાય તે આત્મત્તિક અપ્રમાદ છે. વળી, સર્વાશથી થતો પ્રયત્ન પોતાની શક્તિના અતિશયથી થાય ત્યારે તે અત્યંત અપ્રમાદ છે, જે અનતિચારરૂપ છે. આ પ્રકારનો શીલ-વ્રતમાં અનતિચારનો યત્ન તીર્થંકરનામકર્મના આશ્રવનું કારણ છે.
જેમ કોઈ મહાત્મા સંયમજીવનમાં સમિતિ-ગુપ્તિને વિશે અત્યંત યત્નશીલ હોય, તથા તે યત્નકાળમાં અંતરંગ રીતે શક્તિના પ્રકર્ષથી અસંગભાવ તરફ જવા યત્ન કરતા હોય; જેથી તે યત્નના બળથી, તે મહાત્માને તીર્થંકર નામકર્મને અનુકૂળ અધ્યવસાય ઉલ્લસિત થાય છે. તેથી શીલ-વ્રતમાં અનતિચાર તીર્થંકર નામકર્મના આશ્રવનું કારણ છે. અહીં શીલ શબ્દથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ગ્રહણ છે જ્યારે વ્રત શબ્દથી પાંચ મહાવ્રતનું ગ્રહણ છે. ૪. અભીક્ષ્ણ જ્ઞાનનો ઉપયોગ -
મહાત્માઓ સંયમજીવનમાં સતત શ્રુતજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તાવીને શ્રુતના બળથી જ સર્વ પ્રવૃત્તિ કરે છે. તીર્થંકરના વચનસ્વરૂપ આ શ્રુતજ્ઞાનના અભણ ઉપયોગથી જીવ તીર્થંકર બને છે. તેથી અભણ જ્ઞાનોપયોગ તીર્થંકર નામકર્મના બંધનો આશ્રવ છે. ૫. અભીષ્ણ સંવેગ -
સંવેગ એટલે સંસારના ભાવોને ન સ્પર્શ અને મોક્ષને અનુકૂળ ઉત્તમભાવોની વૃદ્ધિ થાય તે પ્રકારનો ચિત્તનો પરિણામ. આવા સંવેગના પરિણામનું સતત પ્રવર્તન તીર્થંકર નામકર્મનો આશ્રવ છે. સામાન્યથી અરિહંત, સુસાધુ અને જિનવચન પ્રત્યેનો નિશ્ચલ રાગ તે સંવેગનો પરિણામ છે. તેથી તીર્થકરો, તીર્થકરના વચન પ્રમાણે ચાલતા સુસાધુઓ અને તીર્થંકરનું વચન જેઓના સ્મૃતિપથમાં સદા રહે છે તથા તે સ્મૃતિના નિયંત્રણ નીચે જેઓ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે તેઓને સંવેગનો અભીષ્ણ પરિણામ વર્તે છે. આ સંવેગનો